________________ પર અવલંબે છે. આ સામર્થ્યને કેળવવું એ જ મોક્ષમાર્ગ છે. જે જ્ઞાનમાંમિથ્યાત્વનો પરિણામ ભળે તે જ્ઞાન જીવને મારનારુંઅર્થાત્ તેનું ભાવમરણ છે અને જ્યારે મિથ્યાત્વના પરિણામને છોડે ત્યારે તે જ જ્ઞાન અમૃત રૂપ જીવને જીવાડનારું બને. જગત પાસેથી પીડા લેવી - પણ કોઈને પીડા ન દેવી. તે માટે આત્મામાં પહેલો નિર્ણય - "આત્મા છું" - "શરીર નથી તો તેને મળતી પિડાએ પીડા રૂપે બનતી નથી, અને તે કોઈને પીડા આપવાની નથી કેમ કે તે સામેનાને પણ શરીરરૂપે નહીં પણ આત્મા રૂપે જુએ છે. પીડા બે પ્રકારે છે (1) દ્રવ્યપીડા (ર) ભાવપીડા (શાતા–અશાતા રૂ૫) પુગલનાં દ્રવ્યોને ભોગવતાં આત્માને દ્રવ્ય પીડા મળે અને તેમાં મોહ ભળે તો ભાવપીડા રૂપે થાય. દ્રવ્યપીડા-યોગને કારણે થાય. કર્મબંધ ચાર કારણે બંધાય? (1) મિથ્યાત્વ (2) અવિરતિ (3) કષાય (4) યોગ– આ ચારેય કારણોના સેવનથી આત્માને પીડા થાય.સિધ્ધોને આ ચારેય કારણો નથી માટે તેઓને દ્રવ્યપીડા કે ભાવપીડા નથી. ભાવપીડા - મિથ્યાત્વ, અવિરતી, કષાય આ ત્રણેય મોહના કારણરૂપ હોવાથી તે તે રૂપે રાગ-દ્વેષના પરિણામોનું આત્મામાં પરિણમન થતાં આત્માને ભાવપીડા થાય છે. કેમ કે રાગ-દ્વેષ કરવા એ આત્માનો સ્વભાવ નથી. આથી પ્રતીત થાય છે કે જીવ જો પોતાના સ્વભાવ પ્રમાણે નથી વર્તતો પોતાના સ્વભાવને ભોગવવામાં તૃપ્ત થતો નથી ત્યારે કર્મબંધ થાય છે અને સ્વ-સ્વભાવમાં વર્તે છે તો જથ્થાબંધ કર્મો નિર્જરી પણ શકે છે. "તપ તેહિ આત્મા વર્તે નિજગુણ ભોગે રે." 1 પ્રતિકમણ કોને કહેવાય? પાપ એટલે સ્વભાવનું અતિક્રમણ કરવું. તેનાથી પાછું ફરવું તે પ્રતિક્રમણ. આપણી બધી આરાધના પ્રતિક્રમણ રૂપે જ છે. કેવલિ સદાયે જ્ઞાનસાર-૩ || 243