________________ આત્માનું અવલોકન કરી તેને જ્ઞાનયોગ દ્વારા શુદ્ધ કરવાનો છે. જે 'સ્વાત્મામાં લીન બને છે તે ઉત્કૃષ્ટ લોકોત્તર - તૃપ્તિ મેળવે છે. આહારાદિ જેવિનાશી છેતે પરમાં ઉદાસીનતા અને 'સ્વ'માં લીનતા કેળવવાની છે. આપણે તો સંયમના ઉપકરણ પ્રત્યે પણ ઉદાસીન ભાવ કેળવવાનો છે પરંતુ તેમ કેમ નથી થતું? આપણે માત્ર ક્રિયાયોગને જ માત્ર પકડી લીધો છે. તેમાં જ આત્માની પૂર્ણાહૂતિ માની લીધી છે. તેથી આત્મ–ભાવ પકડી શકાતો નથી, સમજી શકાતો નથી. ઉપકરણ એ સંયમનું પરમ સાધન છે. તેનો પણ રાગ છોડવાનો છે. અન્ય-દર્શનીઓને સાધના દ્વારા લબ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. તેમાં સંતોષ માનવો તે લૌકિક લબ્ધિ-ગુણ છે. જ્યારે ગૌતમસ્વામીને બધી શકિત હોવા છતાં કેવલજ્ઞાન લબ્ધિ ન મળ્યાનો અપાર ખેદ હતો. જે લોકોત્તર લબ્ધિ છે. તૃપ્તિ- સંતોષની અવસ્થા. તેના બે ભેદ પડે છે. મિથ્યા દષ્ટિની તૃપ્તિ અને સમ્યમ્ દષ્ટિની તૃપ્તિ. મિથ્યા દષ્ટિ માને કે મારે આજીવિકાથી વધારે નથી જોઈતું તે પણ તૃપ્તિ અને સમ્યગ્દષ્ટિ પણ તેમજ માને તો બંનેમાં ફરક શું? સમ્યગ્દષ્ટિની માન્યતા આત્મા અને આત્મામાં રહેલી ગુણસંપત્તિ સિવાય મારી કોઈ સંપત્તિ છે જ નહીં તેવી દઢ માન્યતા હોય. કદાચ લોભને વશ કે સત્ત્વના અભાવે નીતીપૂર્વક ન વર્તી શકે તો પણ તેને અનીતિના આચરણનું દુઃખ હોય. હું આત્મદ્રવ્ય છું - અરૂપી છું. આ દઢ ન થાય ત્યાં સુધી મિથ્યાત્વ છે. રૂપી પુદગલ દ્રવ્યગુણ ભોગ એ મારું કર્તવ્ય નથી. સમ્યગુ દષ્ટિ એક પૈસો ય રાખવા જેવો નથી તેવું માને - વળી તે માને કે આત્મા સિવાયની સર્વ સંપત્તિ વિપત્તિરૂપ છે. તેથી પર–લબ્ધિમાં બહુમાન કરવા જેવું જ નથી. મારું ઘર, મારી પત્ની તેવું સમીતિ ન માને, ફકત ઔચિત્યવ્યવહાર જ્ઞાનસાર-૩ || 255