________________ છે. ધર્મ કરો અને સાથે અધર્મ ચાલુ રાખો. સંવર કરો પણ સાથે આશ્રવ ચાલુ જ રાખો તો તેનું ફળ બહુ જ અલ્પ મળે છે. પશ્ચાતાપ ન હોય તો કર્મનો અનુબંધ પણ ચાલુ રહે છે. અર્થાત્ એવા ધર્મથી જે ક્રિયા કરાય તે દ્રવ્ય ક્રિયા અને તેમાં જ્ઞાન ભળે તદાકાર બનાય તો તે ભાવક્રિયા બને છે. જ્યાં સુધી ૧લું સંઘયણ ન મળે ત્યાં સુધી જિનવચનાનુસારે ક્રિયાના સંસ્કારની વારંવાર પૂર્તિ કરવાની છે. તે વારંવાર થતાં અભિનવ જ્ઞાન પ્રાપ્ત થશે અને અપ્રમત્તભાવે આત્મવીર્યથી થતી ક્રિયા દ્વારા નવા નવા અધ્યવસાય સ્થાનકોની વૃધ્ધિ થશે. તેમાં તદાકારતા–એકરૂપતાને સાધવાનો સતત પ્રયાસ કરશે. આત્માના ગુણોનું જ્ઞાન અને તેમાંથતી અપ્રમત્તભાવે ક્રિયાતે જ મોક્ષનો માર્ગ છે. પ.પૂ. યશોવિજયજી મ.સા.ને જ્યારે પૂ. આનંદધનજી મહારાજનો સમાગમ થયો ત્યારે જ તેમને અનુભવજ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનરૂપ પ્રભુતાનું માન ગયું અને પ્રભુ પાસે અને પૂ. આનંદધનજી મ.સા. પાસે અત્યંત નમ્ર બની ગયા. પરમાત્માના વચનનો સંગ જેને આલંબનભૂત લાગે અને તેને સ્વીકારી જીવનમાં આચરે તો જ અસંગદશાની પ્રાપ્તિ થાય. બાહ્યથી ચિત્તવૃતિ જ્યારે છૂટી જાય અને અંતર્મુખ દશાને પ્રાપ્ત કરે ત્યારે જ તે અસંગદશાના આનંદને અનુભવે છે. અને સહજ મસ્તીમાં અંતરમાંથી શબ્દો સરી પડે છે. "ગઈ દીનતા અબ સબ હી હમારી. પ્રભુ તુજ સમકિત દાનમેં..” "ભોર ભયો સમકિત રવિ ઊગ્યો, મીટ ગઈ રમણી (મિથ્યાત્વરૂપ રાત્રિ) અટારી.." સ્યાદ્વાદથી જીવ સત્યનો સત્યરૂપે અને અસત્યનો અસત્યરૂપે જિનવચનાનુસાર સ્વીકાર કરે. જેના દ્વારા જીવની રક્ષા થાય તે સત્ય. તે સત્ય માટે જ્યારે આત્મવીર્ય ઉલ્લાસિત થાય છે ત્યારે આત્માના ગુણો વધતાં જાય છે. સ્યાદ્વાદરૂપ ગુણને પકડવાથી આત્માના આનંદની વૃદ્ધિ થાય છે. જ્ઞાનસાર-૩ / 237