________________ આપણે મોટાભાગે વ્યવહાર ધર્મ કરીએ છીએ તેમાંથી નિશ્ચયધર્મસમત્વમાં જવાનું છે. બહેનો ઊભાં ઊભાં સ્વાધ્યાય કરે. પછી અર્થનો ઉપયોગ. તેમાં તદાકારતા આવે. ઊભા રહેવાથી શરીરની જડતા દૂર થાય, લોહીનું પરિભ્રમણ બરાબર થાય. દવાખાવાની છૂટે. જ્યારે ધર્મક્રિયા હોવા છતાં તેમાં વિષયસુખોની લાલસા આદિમોહનું વિષ ભળેલું હોય ત્યારે તે ધર્મક્રિયા મુક્તિ હેતુ થવાને બદલે ભવહેતુ થાય છે. માટે તેવી ક્રિયાનો તત્ત્વજ્ઞ પુરુષો નિષેધ કરે છે. જેમ દૂધ શરીરનું પોષકતત્ત્વ હોવાથી, દૂધ પીવાનો કોઈનિષેધ કરતું નથી. પરંતુ જ્યારે તે જ દૂધ વિષથી મિશ્રિત થયું હોય ત્યારે વિશ્વના કારણે દૂધ પીવાનો નિષેધ કરાય છે. તેમ અહીંધર્મક્રિયા ઉપકારક હોવા છતાં પણ જ્યારે એમાં આ ભવના સુખોની ઇચ્છા કે પરભવના સુખો ઈચ્છારૂપ વિષ ભળ્યું હોય છે ત્યારે તે ક્રિયા વિહેતુ રૂપ બનતી હોવાથી ત્યાજ્ય બને છે. માટે સાનુબંધ અનુષ્ઠાનવાળી ક્રિયા કરવી ઉચિત નથી. આત્મામાં રહેલા ધર્મને પ્રગટ કરવો તે જ તપ છે. ઇચ્છાનો રોતે જ તપ છે. ઉપવાસ કર્યા પછી બીજા દિવસે પારણું કરવાનું મન ન થાય તો તે વાસ્તવિક તપ છે. કેમ કે 'પરિણતિ સમતા યોગે રે, વર્તે નિજ ગુણ ભોગે રે પોતાના સ્વભાવમાં સમતાની પરિણતિને ઝીલી રહ્યો છે. તો એ તપ દ્વારા ખાવા છતાં પણ કર્મની અધિક નિર્જરા કરે છે. જે ક્રિયા આત્માના સ્વભાવને જગાડે તે જ વાસ્તવિક ક્રિયાનું ફળ છે. જ્ઞાન ગંભીર આશયવાળું છે જેમ જેમ જ્ઞાન આવે તેમ તેમ વધુ નમ્ર અને વધુ ગંભીર બને. જો જ્ઞાન વધવાની સાથે અહં પણ વધે તો તે જ્ઞાન તુચ્છ અને છીછરું છે. તેનાથી આત્માને કોઈ ફાયદો થતો નથી. ઉપયોગ પૂર્વક ધર્મનું સેવન કરવાનું છે. ઉસૂત્રભાષી તો સર્વથા ત્યાજય છે જેમ ઉત્તમ મણી પણ નાગના મસ્તક પર હોવાથી ત્યાગ કરાય છે તેમ ઉત્સુત્ર ભાષાનો પણ તપાદિ બીજા ગુણો હોવા છતા તે ત્યાજ્ય છે. જ્ઞાનસાર-૩ // 235