________________ રમતો થાય અને નિજાનંદની મસ્તીમાં મગ્ન બની જાય. | મોહનું આવરણ આવતાં જ આત્માના ગુણોની વૃધ્ધિ અટકી જાય છે. અનુકૂળતામાં આનંદની અનુભૂતિ થવી એ આપણા મનની નબળાઈ છે. આત્મામાં રહેલાં દોષો દુઃખરૂપ છે. ધર્મ પાસે જીવ પર વસ્તુ, પુદ્ગલવસ્તુ,વિનાશી વસ્તુને માંગતા પોતે જ વિનાશ પામે અને સાથે પુગલના અનુબંધ આવે તેથી જ અનાદિકાળથી ભવભ્રમણ ચાલુ છે. આ ભવભ્રમણથી છૂટવા શુધ્ધ ધર્મનું સેવન કરવાનું છે. નિષ્કામ ભાવે-જિનાજ્ઞા પ્રમાણે ધર્મનું સેવન કરવાથી શુધ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મની આરાધના માટે જ વચનાનુષ્ઠાન છે. આદરપૂર્વક–પ્રીતિ અને ભક્તિપૂર્વક જિનવચનોને ગ્રહણ કરવા. પ્રીતિ અર્થાત્ રુચિપૂર્વક જિનવચન ગ્રહણ થાય તો આત્માને લાભ થાય છે. આથી પ્રતિમાંથી ભક્તિ અનુષ્ઠાનમાં જાય ભક્તિ અનુષ્ઠાનમાં ત્યાગ અને સમર્પણની ભાવના આવે છે. આવા ભકિત અનુષ્ઠાનને બહુમાનપૂર્વક વારંવાર આદરતાં વચનાનુષ્ઠાનના સેવનનું બળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જિનવચનને અનુસરવાનું બળ મળે છે. વચન અનુષ્ઠાનને આદરતાં–આરાધતાં અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. જીવ પરમાંથી નીકળી સ્વમાં જ રમતો થઈ જાય છે. આત્મામાં પડેલા પાંચનિધિ ભંડારને અનંતરૂપે જ્યારે આત્માઓળખે છે, ત્યારે આત્મા પ્રસન્ન બને છે અને તે અનંતને પામવાનો પુરુષાર્થ કરે છે. તહેત અનુષ્ઠાનમાં વિધિ ક્યારે? કેવી રીતે? કયા કાળે કરવાની છે? તેનું ધ્યાન રાખવાનું છે. આપણે સવારના જાગીએ ત્યારે બીજાને જગાડવાના નથી બીજા જાગીને સાવધ યોગમાં ન જોડાય તેનું ધ્યાન રાખવાનું છે. સંસારનું સર્જન ક્રિયાથી અને વિસર્જન પણ ક્રિયાથી છે. પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન, શુભાનુષ્ઠાન છે, શુધ્ધ નહીં. જ્ઞાનસાર-૩ // 233