________________ સમાધિની પ્રાપ્તિ થાય છે. છેલ્લાર અનુષ્ઠાન ઉપાદેય અને પ્રથમના કહે છે. માટે વિષ–ગર અનનુષ્ઠાન તજીને શ્રી વીતરાગ પરમાત્માએ કહેલાં વચનવાક્યોને અનુસરીને કરાતી ઉત્સર્ગ તથા અપવાદની સાપેક્ષતાપૂર્વકની જે ધર્મક્રિયા છે તે વચનાનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. આવી ક્રિયા કરવાથી કાળાંતરે આ જીવને અસંગક્રિયાનો સંગ આપનાર બને છે. એટલે કે આ વચનાનુષ્ઠાનની ક્રિયા આ જીવને થોડા જ કાળમાં અસંગ અનુષ્ઠાનનો મેળાપ કરાવે છે. પ્રશાંતચિત્તપૂર્વક અને ગંભીર ભાવપૂર્વક જ કરાયેલી ક્રિયા સફળ થાય છે. પરંતુ અંગારાની દષ્ટિથી કે સહસાભાવે = અનુપયોગદશાથી કરાયેલી ક્રિયા ફળ આપનારી બનતી નથી. અથવા એક જ ગુણમાં પ્રકર્ષ ભાવવાળા બનીને જે ક્રિયા કરાવે તે આસંગક્રિયા પણ ઉપકારક થતી નથી. અર્થાત્ જે ક્રિયા કરતા હોય તેને જ કેવલ ગુણપ્રકર્ષવાળી માનીને તેક્રિયા ઉપર જ અતિશય રાગવાળા બનીને તે ક્રિયામાં પ્રવર્તીએ તે આસંગદોષ કહેવાય. કોઈપણ એક ધર્મક્રિયા કરતા હોઈએ ત્યારે બીજી ધર્મક્રિયામાં ચિત્ત રાખીએ તેને અંગાર વૃષ્ટિ દોષ કહેવાય. જે ક્રિયા કરતાં હોઈએ તેમાં ઉપયોગ ન રાખીએ અને શૂન્યમનસ્કપણે કરીએ તે સહસા દોષ કહેવાય અથવા અનનુષ્ઠાન દોષ કહેવાય. 0 સાનુષ્ઠાન ક્રિયા અને નિરનુષ્ઠાન કિયા? આ ભવના કે પરભવના પૌલિક સુખોની ઇચ્છાથી અથવા ઉપયોગ શૂન્ય ચિત્તે જે અનુષ્ઠાન કરાય તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય. વિષ–ગર–અનનુષ્ઠાનરૂપ જે પ્રથમના ત્રણ અનુષ્ઠાનો છે તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય. અને પૌદ્ગલિક ભાવોનો ત્યાગ કરવાપૂર્વક આત્મતત્ત્વની શુધ્ધિ અને આત્મતત્ત્વના ગુણોની પ્રાપ્તિને લક્ષ્યમાં રાખીને જે ધર્મક્રિયા કરાય તે નિરનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. જ્ઞાનસાર-૩ // 231