________________ તે સમતાની પાછળ કંઈક મેળવવાનો હેતુ પડેલો છે. જ્યારે અધ્યાત્મરૂપ સમતાની પાછળ કર્મનિર્જરાનો માત્ર હેતુ હોય છે. આમ દરેકક્રિયામાંજ્ઞાનાદિ કર્મોનો ક્ષયોપશમ ચાલુ રહે. આત્મવીર્યનું આત્મભાવ સાથે જોડવા જે પ્રવૃત્તિ થાયતેક્રિયાયોગ અને જ્ઞાનમાં પ્રવૃત્ત થવું તે જ્ઞાનયોગ. જ્ઞાનસ્થ ન વિરતિ : જેમ જેમ જ્ઞાન પરિપકવ થાય તેમ તેમ તે વિરતિના આદરવાળો બને, તેમાં પ્રવૃત્ત થાય. અર્થાત્ અશુભ અશુધ્ધ ભાવોને ત્યજતો જાય અને જગતથી અસંગ બની જાય. આત્મગુણને અનુભવતો જાય અને મોહના પરિણામને નિષ્ફળ બનાવતો જાય. માટે દરેકક્રિયાયોગમાં આપણે ગુણના અર્થી બની રહેવાનું છે. ગાથા : 8 વચોકનુષ્ઠાનતોડ સકળ કિયા સગતિમકગતિ સેય જ્ઞાનકિયાડભેદ– ભૂમિરાનન્દપિચ્છલા પાટા ગાથાર્થ: વચનાનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાનરૂપ ધર્મક્રિયાની પ્રાપ્તિ થાય છે. આ વાત સંગતિને પામે છે અને તે અસંગાનુષ્ઠાનવાળી જે ક્રિયા છે તે જ જ્ઞાન અને ક્રિયાના અભેદ ભાવવાળી છે તથા સ્વાભાવિક એવા પૂર્ણ આનંદથી ભરેલી છે. ક્રિયા જ્યારે વચન અનુષ્ઠાનને અનુસરે છે ત્યારે તે અસંગની ભૂમિકામાં આવે છે. ત્યારે ભેદબુધ્ધિ અને આત્મામાં અભેદભાવની પ્રાપ્તિ થતાં અપૂર્વઆનંદ—ઉલ્લાસને અનુભવે છે. કેમ કે આત્મા જ્ઞાન અને ક્રિયામાં તદાકાર બનેલો છે. રથના બે પૈડાંની જેમ જ્ઞાન અને ક્રિયા બને જોઈએ, તો અભિમાન ટળી જાય. સંકલેશ મટી જાય. ક્રિયા એટલે શુભ કે શુધ્ધ અનુષ્ઠાનમાં જોડાવું. અનુષ્ઠાન પાંચ પ્રકારઃ (1) વિષ (2) ગર (3) અનઅનુષ્ઠાન (4) તદ્ હેતુ (5) અમૃત. (1) વિષાનુષ્ઠાન :- આ લોકના સુખની ઇચ્છાથી કરાયેલી ધર્મક્રિયા તે જ્ઞાનસાર–૩ || ર૨૯