________________ અને એમ લાગે કે સંયમ જીવનમાં હું નિર્મળતામાં પવિત્રતામાં સ્થાન કરી રહ્યો છું ત્યારે આત્માનુભૂતિ થયા વિના ન રહે. ક્રિયામાં સતત સ્કૂર્તિ તથા ક્રિયાનું સતત સ્મરણ અનુપ્રેક્ષા વિ. હોવું જોઈએ કે મારો કેટલો સમય એવો ગયો કે હું આત્મમય બન્યો.સ્વના આલંબન વિના ધ્યાન નથી. ધ્યાનયોગમાં ગુણમય બન્યા વિના અપૂર્વનિર્જરા ન થાય. ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ રાગાદિ એવી કિંમતી વસ્તુને પણ હેય માને. પાંચમાં ગુણસ્થાનકે સતતવિરતિની ઝંખના, ઉદાસીન પરિણામમાં વર્તે. જિનદત્ત શ્રાવક, પત્ની વ્યભિચારિણી. પોતે પૌષધમાં છે ત્યારે પરપુરુષ સાથે પત્નીને વ્યભિચાર સેવતાં જોયા, અસાર સંસારનું આ સ્વરૂપ જાણી સમ પરિણામમાં રહે છે. બારમાં દેવલોકમાં જાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે શરીર અને આત્માનું ભેદજ્ઞાન થાય. ઉદા. ખંધક મુનિ- શરીરની ચામડી ઉતારનારા પર કરુણા બુધ્ધિ. પોતાની વેદનાનો વિચાર નહીં–મારી ચામડી અતિ કર્કશ છે. તપથી કઠણ થઈ ગઈ છે તેથી કોઈ તકલીફ ન પડે તે રીતે ઊભો રહું. આ તેઓની ઉત્કૃષ્ટ કરુણા બુધ્ધિ છે. કાયામાંથી સતત નીકળવાનો ભાવ ઊભો છે. જ્યારે જીવ વીતરાગ બને છે ત્યારે કરુણા જાય. કારણ કરુણા એ ભાવરૂપ છે. વીતરાગતા એ પૂર્ણ સ્વભાવરૂપ છે. આગળ આગળના ગુણસ્થાનકે કરુણા સ્વલક્ષી બનતી જાય. પોતે વિભાવમાં ન જાય તેનું સતત લક્ષ હોય. આપણને આપણા આત્મા પર કરુણા નથી, તેથી વધારે બીજાની કરુણા છે. આગળ આગળના ગુણસ્થાનકે વ્યવહાર કરુણા ગૌણ અને નિશ્ચય કરુણા મુખ્ય હોયવીતરાગતા પ્રગટ થાય ત્યારે કરુણા ક્ષાયિક બની જાય. - સાધુએ સાધના માટે વ્રત ગ્રહણ કર્યું છે માટે સાધ્વાચારની ભિન્ન-ભિન્નક્રિયાઓમાં મસ્ત બની, સ્વમાં રહેલા ગુણોને સાધવાના. જ્ઞાનાદિ પ્રબળ હોય તો તે ક્રિયા યોગ સમતા અને આનંદનું કારણ બને છે. નહિતર મિથ્યાત્વથી યુક્ત સમતા હોય.જેમ વેપારી ઘરાકના શબ્દોને પણ સહી લે છે. જ્ઞાનસાર–૩ || 228