________________ જરૂરી છે, નહિતર ચિત્તને કયાં કયાં divert કરશે? વીર્યનું પ્રવર્તમાન થવું એ ક્રિયા છે. વીર્ય દ્વારા જ સત્ અસત્ પ્રવૃત્તિ થાય. માટે વીર્યને આત્મા તરફ વાળો નહિતર એ અસક્રિયા કર્યા કરશે. જ્ઞાનદિ ગુણો પ્રગટે તે માટે સ્વાધ્યાય ખમાસણ આત્મવીર્ય વડે જિનદર્શન વડે નિજ દર્શન અને ચારિત્ર માટે સામાયિકાદિ સત્ ક્રિયા વડે સ્વ-ગુણોમાં જોડાઈ જાય. આમ સતત વારંવાર સામાયિક કર્યા કરો. બહુસો સામાઈયંકુજ્જા' જીવ અનાદિથી પર પ્રવૃત્તિમાં સહજ પ્રવૃત્તિવાળોછે માટે મન-વચન-કાયાથી અસત્ પ્રવૃત્તિમાં ચાલ્યો જાય છે, માટે એને સમ્પ્રવૃત્તિમાં જોડો. શુભ પરિણામ આવે કે તરત અમલમાં મૂકો નહિતર એને પડતાં વાર નહિ લાગે, ધ્યાન તરત બીજે જોડાઈ જશે. સન્ક્રિયામાં જોડવાથી આત્મા ગુણસ્થાનકમાં આગળ વધતો જાય, ક્રિયાનું શુધ્ધિકરણ થતું જાય અને આત્માની પ્રગતિ થાય. જે પરિણામ પ્રગટ થયાતે કદી પડે નહિ તેવા પરિણામજિન સિવાય કોઈને ન થાય. મોહના સર્વથા ક્ષયથી ક્ષાયિક પરિણામ પ્રગટે એટલે વીતરાગદશા–રાગદ્વેષનો સર્વથા અભાવ હોય તેને દેવો પણ નમે તો પણ તેને કાંઈ અસર ન થાય. 4 થી ૭મા ગુણસ્થાનક સુધી ક્ષાયિક, લાયોપથમિક કે ઔપશમિક હોઈ શકે પણ ૮માં ગુણઠાણાથી તો ઔપશમિક કે ક્ષાયિક જ હોય. અર્થાત્ ઉપશમ શ્રેણીમાં (8 થી 11) ઉપશમ અને ક્ષપક શ્રેણિમાં (8 થી ૧રમાં) ક્ષાયિક ચારિત્ર હોય. ક્ષાયિક ચારિત્ર એટલે રાગ-દ્વેષ કે રતિ–અરતિના પરિણામ ન થાય. ક્ષાયિક જ્ઞાન એટલે ૧૩મા ગુણઠાણે કેવલજ્ઞાન. સંયમની ક્રિયામાં અલના ન પામે તે માટે અઅલિતપણે અપ્રમત્ત ભાવે તેમાં પ્રવૃત્તમાન થવું જોઈએ. સંયમ લઈ પ્રભુવિચરવા લાગ્યા,"સંયમે ભીંજ ગયો એક પલ. પાણ્ડપ્રભુ વસો મેરે દિલમે". સંયમ જીવનમાં દરેક ક્રિયામાં મનવચન-કાયાની તન્મયતા સધાય જ્ઞાનસાર–૩ // ર૨૭