________________ હોય તેમ ન વર્તતાં વાંકોચૂકો થઈ જાય છે. આત્માનિરંતર અસત્ પ્રવૃત્તિ કર્યા જ કરે છે. ઊંઘમાં પણ વિચારો–સ્વપ્ના ચાલુ જ હોય. જે પ્રવૃત્તિમાં આત્માના ગુણોનું લક્ષ ન હોય તેમાં નિરંતર કર્મનો બંધ પડ્યા જ કરે છે. જેથી ગુણ પર કર્મનું આવરણ વધુને વધુ આવતું જાય. વધુને વધુ અશાંત થાય. સલ્કિયાથી કર્મનો ક્ષય થાય છે. માટે જ સવારે ઊઠતાં કુસુમિણદુસુમિણનો કાઉસ્સગ્ન કરીએ છીએ. ચિત્ત જો જ્ઞાનથી રંગાઈ ગયું હોય તો શરીરથી સુતા હોય પણ અંદરથી તત્ત્વની વિચારણા ચાલુ રહે અને અધ્યવસાયોની નિર્મળતાથી નિર્જરા થતી જ રહે. જીવ આહાર-ભય-મૈથુનપરિગ્રહ–શોક–લોભ ઈત્યાદિ સંજ્ઞાઓ રાતના પણ સાથે લઈ સુએછે. સ્વપ્ના પણ તેવાં જ આવે. જ્ઞાન વધે, સમજણ પડતી જાય તેમ તેમ સંજ્ઞાઓ ઘટતી જાય. ઉપવાસ આહાર સંજ્ઞા તોડવા માટે કરવાનો છે અને આયંબિલ રસની આસક્તિ તોડવા કરવાનું છે. આપણે ત્યાં બાહ્યતા વધે છે. અત્યંતર તપ નથી વધતો. સંયમસમતાને પુષ્ટ કરે તેવા સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી તેમાં વધુ નિર્જરા છે છતાં તે તપ ઓછો કરીને અને લોકોમાં તપસ્વી તરીકે ઓળખાઈએ એટલે જુદા-જુદા તપ કરીએ જેથી લોકમાં સારા દેખાઈએ. આ લોકસંજ્ઞા છે. જો સંજ્ઞા છોડો તો તપ નિર્જરાનું કારણ બને. જ્યાં સુધી મોહને વશ છીએ ત્યાં સુધી આવું થવાનું માટે સાવધાન રહેવાનું. આત્મામાં જે પરિણામ છે તેને ટકાવવાના છે. તે પરિણામ પડી ન જાય માટે એને અનુરૂપક્રિયાઓ કરવાની. દા.ત. કાઉસ્સગ્ગ ધ્યાનમાં જે પરિણામ હોય તે કાઉસ્સગ્ગ છૂટ્યા પછી ટકાવવા મુશ્કેલ છે, માટે આત્માના પરિણામને ટકાવવા મહેનત = ક્રિયા કરવાની ક્રિયા પ્રમાદપૂર્વક ન કરવી. જે વિધિ બતાવી છે તે પ્રમાણે કરો તો પરિણામ દીર્ઘકાળ ટકશે. નહિતર ક્રિયા છૂટતાં પરિણામ પણ છૂટશે. પ્રગટેલો પરિણામ નીચે ન ઉતરવો જોઈએ. જેમ ઊંચો ચઢશે તેમ શ્રેણિ મંડાશે. જ્ઞાનસાર-૩ || રર૫