________________ સાધુનું જીવન જ્ઞાનના ઉપયોગવાળું હોય જેથી સાધુનો દરેક વ્યવહાર નિર્જરાનું કાર્ય કરે. કાજો લેતાં–કાજો પરઠવતાં–જ્ઞાનયોગ ભળે તો અવશ્ય નિર્જરા થાય. કાજો લેતાં કોઈજીવની વિરાધના ન થાય. વાયુકાયની વિરાધના ન થાય તેટલા હલકા હાથે લેવાનો. તો પરિણામ અતિ નિર્મળ બને. નાની અલ્પકાળની ક્રિયા પણ આત્માના અનુભવવાળી બનવી જોઈએ. આહારાદિસંજ્ઞાને કાઢવા માટે ક્રિયા કરવાની છે. નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવા માટે ગવેષણા કરે. આહારાદિના ત્યાગનું લક્ષ ન હોય, વિષય સંજ્ઞાની પુષ્ટિની પ્રધાનતા હોય તો નિર્દોષ ગોચરી પણ દોષયુક્ત બને. * દોષિત ગોચરી કોણ વાપરે? જેને જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ આદર નથી, પાપનો જેને ભય નથી, તે જ દોષિત ગોચરી વાપરે. પોતાનું સંયમજીવન–સ્વાધ્યાય-વૈયાવચ્ચ વિ. સદાય નહીં તે માટે ગોચરી વાપરવાની છે. ભિક્ષાચર્યા દ્વારા જે અષ્ટકર્મને ભેદે તે ભિક્ષુક નહિ તો ભિખારી. આહાર, ભય, મૈથુન પરિગ્રહ આ ચારની પાછળ ક્રોધાદિ આવે. જેમ જેમ શરીર પુષ્ટ બને તેમ તેમ મમતા વધે, ભય વધે. જેથી મમતા છોડે એટલી સમતા આવે નહિતર સતત ભયસંજ્ઞા સતાવ્યા કરે. વસ્તુનિર્દોષ હોવા છતાં રાગનું કારણ બનતી હોય તો તે માત્રદ્રવ્યથી જનિર્દોષ છે. ભાવથી નહીં. જૈન શાસનમાં દ્રવ્ય કરતા ભાવ–અધ્યવસાયની વિશેષ મહત્તા બતાવી છે. આહારાદિ સંજ્ઞા પુષ્ટ ન બને તે લક્ષ તથા આત્માની ગુણવૃધ્ધિનું લક્ષ હોવું જોઈએ. જેમાં વધ–ઘટન થાય એવું સંયમ–સ્થાન માત્રજિનને જ હોય. માટે જ્યાં સુધી સંયમસ્થાન સ્થિર ન થાય ત્યાં સુધી આત્માએ સન્ક્રિયા કર્યા કરવી. આત્માની અંદર સત્તામાં પૂર્ણ ગુણ રહેલાં છે. પણ વર્તમાનમાં કર્મથી આવરાયેલાં છે આથી આત્મા અસક્રિયામાં ચાલ્યો જાય છે. માટે જેમ વર્તવાનું જ્ઞાનસાર-૩ // 224