________________ તેવા પ્રકારના ગુણની વૃધ્ધિનું કારણ બનતી નથી. જેમ વિનયરને રાજાનું વેર વાળવા ચારિત્ર લીધું. 3 ઉચ્ચ ગોત્રના ઉદયથી શું પ્રાપ્ત થાય? પન્નવણા સૂત્રમાં જણાવેલ છે - (1) વિશિષ્ટ પ્રકારની જાતિ (2) ઉત્તમ ફળ (3) અપૂર્વ બળ (4) શ્રત રહસ્ય (5) લાભ (6) ઐશ્વર્ય (7) વિશિષ્ટ પુદ્ગલ (8) તપની પ્રાપ્તિ થાય. ઔદયિક ક્રિયાથી ઉચ્ચગોત્રાદિ કર્મ બંધાય અને તેનાથી ધર્મની સામગ્રી કરવાની તક મળે પણ સાથે મોહનો તીવ્ર ઉદય ચાલુ રહે. કોણિકે પૂર્વભવમાં માસખમણાદિ તપ તાપસપણામાં કર્યું સાથે શ્રેણિકને મારવાનું નિદાન કર્યું તો રાજપદ પામી છઠ્ઠી નરકમાં ગયો. પ્રભુ વીરે કર્મોને સમતાથી સહન કરતાં નિકાચિત કર્મોનો રસ તોડી નાંખ્યો તેથી જ્યારે કાનમાંથી ખીલા કાઢયા ત્યારે પ્રદેશોદયથી એ કર્મને ભોગવી લીધું. કર્મ ઉદયમાં આવ્યું ત્યારે સમાધિમાં રહ્યાં. કર્મકૃત અવસ્થાને જોવાથી આત્મામાં રાગ-દ્વેષ રૂપી મળ ઓગળવા માંડે છે. જન્મ કેવા સ્થળમાં થાય. જીવને જાતિને બદલે જાત યાદ આવવી જોઈએ. ગુણ પરનું બહુમાન આત્માની યાદ અપાવે છે. જીવે જે બનવાનું છે તેને જ યાદ કરવાનું છે કે હું સિધ્ધાત્મા–શુધ્ધાત્મા–સહજાનંદી–પરમાનંદી છું. આ ભાવમાં રહેનારો યોગાતીત–દેહાતીત બનવાની ભાવનામાં રમતો રહે. કાયામાં રહેવાનો ભાવ છૂટે ત્યારે જીવ અપ્રમત્ત બને છે. તેની સાધના અપૂર્વ સંવેગ-નિદવાળી હોય. સાધનામાં જે કષ્ટો આવે તેનો તેને ખેદનહોય પણ અપૂર્વ આનંદ હોય. ગુણ પ્રાપ્તિ પૂર્ણતા ન થાય ત્યાં સુધી પૂર્વ કર્મોની બહુલતાને વિચારી તેને તોડવાનો પ્રયત્ન કરે. ગમે તેટલું બળ હોય તો ય મદ કરવાની જરૂર નથી. સમ્યગ્ દષ્ટિ જ્ઞાનસાર-૩ || 222