________________ આત્માના ગુણોનો અનુભવ કરવા માટે ક્રિયા કરવાની છે. જેના દ્વારા મોહનું શોષણ અને સ્વભાવદશાનું પોષણ થાય છે. એ લક્ષ આત્મામાં નિરંતર રહે તો કાર્યઅવશ્ય થાય છે. આત્મભાવમાં સતત રહેવાથી કર્મના પૂંજો બળી જઈ સંપૂર્ણ શુધ્ધ એવા આત્મતત્ત્વનું પ્રગટીકરણ થાય છે. આથી ક્રિયાયોગનું મહત્ત્વ જરાય ઓછું આંકવા જેવું નથી. આત્મા અયોગી છે માટે ક્રિયા યોગ વડે આગળ વધી ક્રિયાયોગને છોડી અયોગી બનવાનું છે. બાળક જેમ ૧લું, રજું, 3 ધોરણ એસ.એસ.સી. ભણે જેમ આગળ વધે તેમ પાછળના ધોરણો છોડતો જાય. પછી ભણેલાનો Practicleઉપયોગ કરે. ભણીને ઉપયોગમાં અર્થાત્ અનુભવજ્ઞાનમાં જવાનું થાય છે. જે આત્માને સ્પર્શીને આવેલું હોવાથી જડ એવા કર્મોને બાળીને આત્માને પણ સુવર્ણમય બનાવે છે. આત્માના ગુણની અંદર પરમ તૃપ્તિ અનુભવે તે તપ. યોગ દ્વારા જો સાધ્યનું લક્ષ ન રહે તો તે ભવભ્રમણ જ વધારે છે. નદિષેણ મુનિ ચારિત્રના પરિણામથી પતિત થયા પછી સમ્યદર્શનથી નહોતા પડ્યા. તેથી ચારિત્રથી પડવાનો પશ્ચાતાપ અને ચારિત્ર કેમ પામું તે ભાવની તીવ્ર ઝંખના હતી તેથી તેમનો ભાવ વૃધ્ધિ પામે. આથી તો રોજ 10 જણને ચારિત્રના પરિણામ ઉત્પન્ન કરાવી પછી જ વાપરવું એવો અભિગ્રહ કરે છે. તેઓ અમોઘ દેશનાના સ્વામી હતા પણ પૂર્વ કર્મના કારણે તે પડ્યા હતા. 12 વર્ષ પછી 9 જણ દીક્ષિત થયા ૧૦મો તૈયાર ન થયો. ત્યારે વેશ્યાએ હસતાં હસતાં કહ્યુંઃ દસમા તમે.બસ એ જ ક્ષણે પૂર્વબધ્ધ ચારિત્રમોહનીય કર્મત્યું અને ગુરુ પાસે જઈ ફરી સંયમ ગ્રહણ કર્યું. પંચાશકમાં કહ્યું છે કે–મોહનાલયોપશમપૂર્વક દઢ પ્રયત્નવિશેષથી કરાયેલું શુભ અનુષ્ઠાન તે તે ગુણોની તેને ફરી પ્રાપ્તિ કરાવે છે. શુધ્ધ ધર્મપૂર્વકની જે ક્રિયાને શુધ્ધ ક્રિયા છે. ઔદયિક ભાવની ક્રિયા જ્ઞાનસાર–૩ // રર૧