________________ (5) તપમદઃ-બાહ્ય તપથી મદ કરે તો તપ કરી ન શકે. મારાથી તો બધું જ થાય. આ મોહનો ઉદય છે. એ ઉદય ન હોય તો આવું ન લાગે. તપનો પરિણામ નિર્મળ હોય તો નિઃસ્પૃહ (લઘુતા) ભાવ પ્રગટ થતો જાય. જો બધું દ્રવ્યથી કર્યું હોય તો મદ પ્રગટ થાય, અન્યથા નહીં. () શ્રતમદ - ભણવાનો મદ થાય કે મને આ બધું આવડે છે, એ જ અજ્ઞાનતા. જેમ જેમ શુધ્ધ જ્ઞાનનો પરિણામ આવે તેમ તેમ ગંભીરતા આવે. સાચો જ્ઞાની મીની બનતો જાય.બોલીને નબગાડે.બોલીને બગડે અને બગાડે, વિર્યનો દુરુપયોગ થાય, શક્તિ ઘટે. પ્રયોજન વગરનું અને નિરર્થક બોલે નહીં. જરૂર વગરનું બોલવું એટલે જાતને બગાડવી. શ્રુત એ વ્યવહાર છે. એના દ્વારા આત્માનું જ્ઞાન પ્રગટ કરવાનું છે, એ સાધન છે. સમર્થ બનતા તેને પકડી પછી છોડી દેવાનું છે. પરંતુ એનો મદ નથી કરવાનો. સ્થૂલભદ્ર મુનિ શ્રુત મદના કારણે ચાર પૂર્વઅર્થથી ન પામ્યા. (7) લાભમદ - સુલૂમ ચક્રવર્તીને ખંડનો લાભ થયા પછી સંતોષ ન થતા બીજા છ ખંડ જીતવા જતાં દેવોએ તેને છોડી દેતા સમુદ્રમાં પડી ૭મી નરકે ગયો. (8) ઐશ્વર્ય મદ - નગરપતિ, શ્રેષ્ઠી, રાજવી, ચક્રવર્તી આદિ પદ અને તે નિમિત્તે પુણ્યના ઉદયે મળતી બાહ્યઋધ્ધિનો મદ થયો. દશાર્ણભદ્ર રાજા વીર પરમાત્માનું સામૈયું કોઈએ ન કર્યું હોય એવું કર્યુ તેનું અભિમાન ઉતારવા ઈન્દ્ર એનાથી અનેકવિશિષ્ટ પ્રકારની ઋધ્ધિ વૈભવ નાટકાદિ કર્યું ને જોઈ રાજાનો મદ ઉતરી ગયો અને રાજાએ પ્રભુ પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ આદર્યુ. પ.પૂ. ભદ્રંકર વિ. મ.સા.ને જ્યારે પંન્યાસ પદવી મળી ત્યારે ભક્ત જાગૃત કર્યો કે "સાહેબ! રાતોરાત પર્યાય કેવી રીતે વધ્યો?" પછી તેઓએ આચાર્યપદવીન લીધી. કેટલી નિઃસ્પૃહતા!અને કેવા તત્ત્વો સમજેલા ભક્તો? આમ કર્મનો બંધ 8 રીતે થાય છે. જ્ઞાનસાર-૩ || ર૨૦