________________ a આત્માએ કિયા શા માટે કરવાની છે? આત્માના 8 ગુણ છે, જે આત્માની શુધ્ધ દશાને પ્રગટાવે છે. શુધ્ધ ધર્મની શરૂઆત ક્ષયોપશમ ભાવથી કરવાની છે. ક્ષાયિકવિતરાગાવસ્થા આવે પછી ક્રિયા કરવાની નથી.દેવવંદન સમ્યગ્દર્શનની શુધ્ધિ માટે કરવાના છે. લાયોપથમિક ભાવમાંથી ક્ષાવિકભાવ પ્રગટ થાય, પશમિકમાંથી ન થાય. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ માટે શ્રુત ભણવું પડે. સાથે મોહનીયનો ક્ષયોપશમ પણ જરૂરી તોજ જ્ઞાન શુધ્ધ થાય અને શુધ્ધ જ્ઞાન થી જ એનાથી અંદર રહેલું કેવલજ્ઞાન પ્રગટ થઈ શકે. માટે વિનય વૈયાવચ્ચાદિ વિધિપૂર્વક સૂત્ર-અર્થ-તત્ત્વ ભણવાનું કહ્યું છે. જ્ઞાનનો પરિણામ શુદ્ધ કરવા જ બાહ્ય ક્રિયા કરવી પડે. જ્ઞાનાવરણ–દર્શનાવરણ દૂર કરવા શ્રુત અને મતિજ્ઞાન જરૂરી છે. કેવલીને ઊંઘ આવે જ નહિ. ઊભાં-ઊભાંઝોકાં આવે તો દર્શનાવરણનો ઉદય છે. મહાવીર પરમાત્માને છઘસ્થાવસ્થામાં ૧રા વર્ષ સાધના કાળમાં માત્ર 48 મિનિટ ઝોકારૂપ નિંદ્રા આવી. અપ્રમત્તપણે જ્ઞાન ભણ્યા જ કરો તો જ્ઞાનાવરણ દૂર થાય. તપસ્વી અને જ્ઞાનીને ઊંઘ ઓછી. પહેલાં સ્વાધ્યાય પછી તત્ત્વનો અભ્યાસ કરો પછી બહારથી થાકો. અર્થાત્ તત્ત્વ દષ્ટિ ખુલવાથી બહાર બધે અસારતાના દર્શન થવાથી સંસાર કચરા રૂપલાગે. પછી અંદર સ્થિર થવાય.અંદરનો માલદેખાતો નથી. બહારનો કચરો જ દેખાય છે. માટે મનને બહારથી ભટકતું અટકાવો. શુધ્ધ ધર્મ પ્રગટાવવા જુદી જુદી ક્રિયાઓ બતાવી છે. જેનાથી આત્મામાં શુધ્ધ ધર્મ પ્રગટ થાય. જેમ જ્ઞાન શુધ્ધ થાય તેમ આત્માનો પ્રકાશ દેખાય. ધર્મની ક્રિયા કરો અને ગુણની વૃધ્ધિ કેમ ન થાય? ધર્મની ક્રિયામાંમાત્રવિધિપૂર્વક ક્રિયા કરવાનો ઉપયોગહોય પણ-ગુણોના જ્ઞાનપૂર્વક ગુણોને પામવાનું લક્ષ ન હોવાથી ગુણની વૃદ્ધિ થતી નથી. જ્ઞાનસાર-// 218