________________ મોહ ઉદયમાં આવે ત્યારે પહેલાં વિચાર બગાડે પછી આચાર બગાડે. દર્શન મોહનીયવિચાર બગાડે અને ચારિત્ર મોહનીય આચાર બગાડે. મરીચિના ભવમાં તેની દેશના શુધ્ધ, બધાને પ્રતિબોધ પમાડીને ભગવાન પાસે મોકલે, પોતે શિષ્ય ન બનાવે. શરીરના કારણે શિષ્ય ઈચ્છયો. વિચારની શિથિલતામાંથી આચારની શિથિલતા આવી. પ્રસન્નચંદ્ર રાજર્ષિને ત્યાગ કરેલા બાળક પ્રત્યે રાગ રહી ગયો. યાદ આવે અને ચિત્તની અસ્થિરતા થાય તો એ મોહ. નદિષેણ–પ્રસન્નચંદ્ર પડી ગયા પણ અંદરથી જાગૃત હતા તેથી ફરી પાછા ચઢી ગયા. ક્રિયા શુધ્ધ ન કરી શકાય તો છોડવી નહિ. થોડું પણ એવું કરો કે એનો અનુબંધ સારો જ પડે. જે કોઈ ક્રિયા ગુણ સાથે જોડાયેલી હોય તે નિષ્ફળ ન જાય. ઔદયિક કર્મના ઉદયે ઉચ્ચગોત્ર મળ્યું તો સમજવું કે ક્રિયા બીજા કરતાં સારી કરી હશે. જુગારી-કોળી–ભંગી આ બધાને ત્યાં જે ક્રિયા થાય તે હલકી ક્રિયા ગણાય. ઉચ્ચગોત્રની બધી ક્રિયા ઊંચી હોય, "વિનય વૈયાવચ્ચ તથા ગુણીજનના બહુમાન પૂર્વક કરાતિ" ક્રિયા વડે ઉચ્ચ ગોત્ર બંધાય તેના ઉદયે લોકોમાં આદેય થાય. બધા કહ્યું માને, યશ વધે, જે ક્રિયામાં આત્માના ગુણોનું લક્ષ ન હોય તે બધી ઔદયિક ક્રિયા કહેવાય. તે બાહ્ય ક્રિયા, શરીરની ક્રિયા અને વાહ-વાહ માટેની જ ક્રિયા ગણાય. ઉચ્ચકુળમાં સહજ ધર્મમળે. નીચકુળમાં પ્રતિકૂળતા–અવરોધો ઘણા આવે. ઉચ્ચકુળ હોય કે નીચકુળ હોય પણ જો આત્મા ગુણ સાથે ભળે તો તે નીચ હોવા છતાં પણ નિશ્ચયદષ્ટિથી ઉચ્ચ જ ગણાય. ગમે તેટલું પુણ્ય બંધાય તેનાથી શાંતિ આવી જાય તેવો નિયમ નથી. ઉદયમાં આવે ત્યારે સામગ્રી આપે બાકી સત્તામાં પડયું રહે છે. આપણને એમ થાય કે મેં ઘણા બધા ધર્મકાર્યો કર્યા. પણ જો કોઈ કદર ન કરે તો એ ધર્મને છોડતાં વાર પણ ન લાગે. જ્ઞાનસાર–૩ // 217