________________ મોહનીય કર્મ ન તૂટયું. ચારિત્રનો ભાવ થયો પણ પરિણામ પ્રગટ ન થયા. આવતી ચોવિશિમાં અમમ નામે તીર્થંકર થશે. (3) મૃગાવતી:- ગુરુણીએ ઠપકો આપ્યો અને એમને લાગી આવ્યું કે મારી લાયકાત-યોગ્યતાની ખામીને લીધેઠપકો મળ્યો. પસ્તાવો થયો.દોષનો સ્વીકાર–ગુણનું બહુમાન વિચારધારા પર ચઢી ગયા.અરે! મેં મારા ગુરુણીને દુઃખી કર્યા. પશ્ચાતાપની ધારાએ શુકલ ધ્યાને ચઢતાં 4 ઘાતકર્મનો નાશ કરી કેવલજ્ઞાન વર્યા. ગુરુએ મને ઠપકો આપવો પડે તેવું ફરીથી ન થવું જોઈએ. તે પશ્ચાતાપની ધારાથી કૈવલ્યની પ્રાપ્તિ થઈ. આપણે ગુણી દેખાવું છે, બનવું નથી. જો ખરેખર ગુણી બનવું હોય તો કોઈ કંઈ કહે તે સ્વીકારી લો–કે હા! મારી ભૂલ છે તો આગળ માથાકૂટ અટકી જાય. (4) અઈમુત્તા મુનિ H આલોચના લેતાં ઇરિયાવહિયં પડિક્કમતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ. અઈમુત્તા મુનિએ અપકાયના જીવોની વિરાધના કરી. અપકાયના જીવો હોય ત્યાંનિગોદની વિરાધના થાય. અજ્ઞાન અવસ્થામાં મારા આત્માએ કેટકેટલી ભૂલો કરી હશે? પાણીના પૂરમાંઅપૂકાયના જીવો તરીકે ગામોના ગામો તાણી વિનાશ નોતર્યો હશે? અગ્નિકાયના જીવો તરીકે અનેક પકાયના જીવોની વિરાધના કરી હશે? વનસ્પતિકાયના જીવ તરીકે દ્રવ્ય–ભાવ હિંસા કરી હશે? આ વિરાધનાની શ્રેણિના ચિંતનમાં ચાલ્યા કે જ્યાં સુધી આ કારમી કાયાથી મુક્ત નહિ થાઉં ત્યાં સુધી આવિરાધના ચાલ્યા જ કરશે."પણગ–દગ" આ પદની વિચારણામાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. (5) ચંડરુદ્રાચાર્યના શિષ્ય ગુરુ મને દાંડો મારે છે. કારણ ભૂલ મારી છે એ સ્વીકાર્યું. શિષ્યને પ્રથમ પછી ગુરુને કેવલ જ્ઞાન. નૂતન શિષ્ય ગુરુને ખભા પર બેસાડ્યા. રાત હતી તેથી બરાબર દેખાતું નથી. તાજો લોચ. માથે દાંડાના ઘા, લોહી નીકળે છે. છતાં વિચાર છે કે મારા કારણે જ ગુરુને દુઃખી થવું પડે છે. એ ભાવનામાં શ્રેણિ માંડી. કેવલજ્ઞાન થયું. ગુરુને અત્યંત પશ્ચાતાપ.કેવલીની આશાતના કરી. ગુરુને પણ કેવલજ્ઞાન થયું. શિષ્યો જ્ઞાનસાર–૩ / 215