________________ 8 સમયથી અધિક સ્થિર શુધ્ધ પરિણામ થઈ જાય તો શ્રેણિ મંડાઈ જાય અને અભૂતપૂર્વ નિર્જરા થતી જાય. એ માટે સતત ક્રિયાયોગમાં રહી સર્જીયા કરવાનો પ્રયત્ન કરો. નંદનમુનિના ભવમાં પ્રભુએ 11 લાખ 80 હજાર 645 માસક્ષમણ કર્યા તેતપના પરિણામપૂર્વક કર્યા. તેના ગાઢ સંસ્કાર - અભ્યાસના કારણે તપમાં ઘોર ઉપસર્ગમાં પ્રભુનો આત્મા ડગ્યો નહિ. આપણે પણ આવા અભ્યાસપૂર્વક ઉપધાનાદિદરેકક્રિયા કરવાની છે તો ગુણની વૃધ્ધિ થશે. ફક્ત વિધિ છે માટે પૂરી નથી કરી લેવાની. આત્માભાવિત બને તો Oaa કલાકમાં 100 લોગસ્સનો કાઉસ્સગ્ન શુદ્ધ કરી શકે. તમારા ચિત્તનો ઉપયોગ કેટલો તદાકાર બને છે તે મહત્વનું છે. બાકી વધુ સમયમાં સારો અને ઓછા સમયમાં સારો નહિ એવું નથી. ક્રિયા એવી શુધ્ધ કરો કે પછી ક્રિયા કદી કરવી જ ન પડે. કેવલીને કોઈ ક્રિયા નથી. સંસ્કાર પાડશો તો જ્યારે સંઘયણ મળશે ત્યારે ઊંચે પહોંચી શકશો. સામગ્રી પણ સારી મળશે. સદુપયોગ કરશો તો શ્રેણિએ પણ ચઢી શકશો. બાકી તંદુલિયા મત્સ્ય જેવું થશે. ' જેવી ક્રિયા કરો તેવા ભાવ પ્રગટ થાય. ધર્મની ક્રિયા ધર્મમાં પ્રવેશ કરવા માટે છે. ક્રિયામાં હશો તો સાધક ભાવમાં રહેશો કે હું સાધક છું. આત્મવીર્ય ચપળતાવાળું છે. વર્તમાનમાં વીર્ય પરના સંગવાળું છે એથી ચંચળતા આવે અને મન ચકડોળે ચઢે. વિચારોની હારમાળા અને વૃત્તિઓની ચંચળતા આવ્યા જ કરશે. એકલા હો ત્યારે તમારું મન ટી.વી.વિ. નિરર્થક વસ્તુમાં જાય કે ધર્મમાં–સ્વાધ્યાયમાં જાય? ઉપવાસ થાય પણ સ્વાધ્યાય નથી થતો. જીવ તત્ત્વથી રંગાયેલો નથી માટે ગમે ત્યાં જોડાઈ જાય છે. ગમે ત્યાં અને ગમે તેવા સાથે હોતો પણ તમે તમારામાં મસ્ત રહો.ગોશાળો ગમે તેટલી ધમાલ કરે પણ પ્રભુ તો પોતાનામાં જ મસ્ત હતા. સુખી થવા જ્ઞાનની પરિણતિ જ્ઞાનસાર-૩ || રર૬