________________ આત્મા અસગાનુષ્ઠાન કયારે બને? પ્રીતિ આદરભાવ, સમક્તિપૂર્વક હોય તો પ્રશસ્ત યોગ છે. એટલે પુણ્ય બંધાય છે. વચન અને અસંગાનુષ્ઠાન શુધ્ધ હોય છે. વિરતિ એ સન્ક્રિયાનું કારણ છે. વિરતિપૂર્વકની ક્રિયા કરે તો કર્મની નિર્જરા કરે અને ગુણસ્થાનક પર આરૂઢ થઈ શકે. જીવ કાયા-યોગ-ઈદ્રિયોથી રહિત છે. યોગ પ્રવર્તન હોય ત્યાં સુધી યોગનિમિત્તક બંધ થાય છે. ખમાસમણની ક્રિયા પરમાત્માના કહ્યા મુજબ કરે તે વચનયોગ. તે અરૂપી ગુણોને પકડી જ્ઞાનમય બની ગુણમય બનતો જાયતો અસંગાનુષ્ઠાનમાં પ્રવર્તે. પંચાચાર ક્રિયારૂપ છે. જ્ઞાનાચારના 8 આચારોનું ક્રિયા રૂપે પ્રવર્તન કરવાનું મુહપત્તિ આદિના ઉપયોગપૂર્વક પૂજયા–પ્રમાર્જયારૂપ ઉપયોગપૂર્વક તે મય બનીને કરે. આમ કરતાં કરતાં ધ્યાનયોગમાં પ્રવેશતો જાય.પ્રથમ તેનો પુરુષાર્થ–અભ્યાસ કરવો પડે અભ્યાસ થયા પછી વિકલ્પો છૂટતાં જાય, તન્મયતા આવતી જાય. આહાર સાત્વિક અને પ્રમાણસર હોય તો અપ્રમત્તતા આવે. સાથે જ્ઞાન ભળે એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પછી દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ–તેથી નિંદ્રા અલ્પ થઈ જાય.ક્રિયા આત્મસાત્ થાય તેમ પ્રશાંતતા વધે. ક્રિયા સાથે જ્ઞાન ભળતું જાય તેમ જગતથી અસંગ બનાય. અપૂર્વ આત્મવીર્ય ઉલ્લાસિત થાય. તેમાં જ્ઞાન ભળે એટલે મોહ છૂટતો જાય અને અપૂર્વ આનંદની પ્રાપ્તિ થતી જાય. માટે તત્વજ્ઞ પુરુષો ક્રિયાનો નિષેધ કરતાં નથી. ક્રિયા એ ગુણમય બનવા માટેનું સાધન છે. જ્યારે કેવળજ્ઞાન સાધ્ય છે. માટે જ્ઞાનમય આત્માને ગુણમય બનાવવા માટે ક્રિયા જરૂરી છે. ગુણમય બનતાં ક્રિયા છૂટતી જાય અને આત્મા સ્વભાવરૂપ બનતો જાય છે. જ્ઞાનસાર-૩ || 234