________________ આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે કોઈની બીકથી કરાતી ધર્મક્રિયામાં તથા ચિકિત્સા રૂપે કરાતી ધર્મક્રિયામાં આત્માનો સંયમગુણ સંભવતો નથી. જ્યાં ભય રહેલો છે ત્યાં સંયમ નથી. પાપના ભય સિવાયના બધા ભયહેય છે. કોઈપણ જ્ઞાન કેક્રિયા મોક્ષના ભાવથી નિષ્કામભાવે થવી જોઈએ. તો જ મોહન રહેતાં તે અસંગભાવને અનુભવે છે. પરમાનંદને અનુભવે છે. કાઉસ્સગ્નની ક્રિયા સર્વોત્કૃષ્ટ ક્રિયા છે. સર્વ સાવધ યોગોથી વિરામ પામીને અને સર્વસંગથી નિસંગ બનીને જીવતેમાં જ્યારે દેહાતીતરૂપે તદાકાર બને છે ત્યારે તેને સહજાનંદની–નિજાનંદની પ્રાપ્તિ થાય છે. પરમ તૃપ્તિના રસાસ્વાદને અનુભવે. આમ કરતાં કરતાં સહજ રીતે અસંગભાવમાં ચાલ્યો જાય. તત્ત્વના અર્થીઓ અસદ્ પ્રવૃત્તિને ત્યાગે છે અને આત્મગુણની પ્રાપ્તિરૂપ સન્ક્રિયાને આચરે છે તે જ ચારિત્ર છે. સ્યાદ્વાદકારિણી ક્રિયા કરે અર્થાત નિશ્ચય અને વ્યવહારને અનુસરીને ક્રિયા કરે જે વખતે જેની પ્રધાનતા હોય તેને મુખ્ય કરે. દા.ત. વહુને સામાયિકની પ્રતિજ્ઞા છે અને ઘરમાં સાસુ બિમાર છે. ત્યારે સાસુની સેવા કરવી અને તેને સમાધિ આપવી એ નિશ્ચયથી 'સમતા સામાયિક છે. આ સામાયિકથી તેને નિર્જરા થાય. જ્યારે સાસુને રોતાં રાખીને સામાયિક કરવા બેસે તો તે તેની સામાયિક જ નથી. કેમ કે તેનામાં સમતા નથી અને સમાધિ પણ અપાતી નથી. એવા સામાયિકથી આત્માને શો લાભ? જ્યારે જ્ઞાન અને ક્રિયામાં જીવ તદાકાર બને છે ત્યારે જીવને ગુણનો અભેદ થાય છે કેમ કે ત્યારે મોહનો વિગમ થયેલો હોય છે. દરેક આત્મામાં હું કંઈકબનું, કંઈક મેળવું એવો સુક્યતાનો ભાવ પડેલો છે. તે ભાવને પરમાન જવા દેતાં હું આત્માર્થી બનું. આત્માના ગુણોને મેળવું એ સૂકયતા કેળવાશે તો જ આત્માના ઘરના શાશ્વત આનંદની પ્રાપ્તિ થશે. સંસારમાં પણ જે વસ્તુની જરૂર નથી તેની પ્રવૃત્તિ બંધ કરવાની જ્ઞાનસાર–૩ // 236