________________ વિષાનુષ્ઠાન. (2) ગરાનુષ્ઠાનઃ-ગર-ઝેર.પરભવમાં ઈદ્ર ચક્રવર્તી કે રાજા થાઉં ઈત્યાદિ વિચારો કરીને પરભવના સુખોની ઇચ્છાથી કરાતી ધર્મક્રિયા ગરાનુષ્ઠાન કહેવાય છે. તેમાં સંસારસુખની આશંસા હોવાથી તેનો અનુબંધ ભવભ્રમણ વધારે છે. અમુક સમય પછી ફળ આપે છે. પહેલા બે અનુષ્ઠાન આત્મા માટે હિતકર નથી, નુકશાન કારક છે. (3) અનનુષ્ઠાન -જે અનુષ્ઠાન કરે તેમાં લક્ષ કે ઉપયોગ ન હોય કે હું આ શા માટે કરું છું? સંમૂર્છાિમની જેમ ક્રિયા કર્યે જાય. માટે આ અનુષ્ઠાન પણ આત્મા માટે ઉપયોગી નથી. ઉપરના ત્રણે અનુષ્ઠાનો મોહદશાપૂર્વકનાં હોવાથી કર્મનિર્જરાનું કારણ બનતાં નથી. પણ ભવહેતુ જ બને છે તેથી તેવા પ્રકારની મોહદશાવાળા ભાવનો ત્યાગ કરવા જેવો છે. (4) તદ્હેતુ અનુષ્ઠાનઃ આ અનુષ્ઠાનને આદરનારા જીવો ઉત્તમ, કેમ કે તેમને લક્ષ હોય છે કે આ અનુષ્ઠાન હું શા માટે કરું છું? આ કરવાથી મારા આત્માને શું લાભ થાય? ભવિષ્યમાં શું લાભ થશે? તે સમજણપૂર્વક અનુષ્ઠાન કરે છે, જિનાજ્ઞા પાલનપૂર્વક કરે છે, તેનાથી શાંતિ–સમાધિની પ્રાપ્તિ થાય છે. (5) અમૃતાનુષ્ઠાન - તહેતુ અનુષ્ઠાન જ્યારે જીવનમાં વારંવાર થાય છે ત્યારે તે અમૃતાનુષ્ઠાનમાં પરિણમે છે. શરીરના રોમાંચ ખડાં થઈ જાય. મયણાને ભક્તિ કરતાં અપૂર્વભાવોલ્લાસ પ્રગટ થયો હતો. અપૂર્વ આનંદની વર્ષા આત્મા પર થયેલ–સંતોષનો અનુભવ થયેલ તેથી જ તે સાસુમાને કહે છે કે આજે જ તમારો દીકરો આવશે. ખરેખર ! તેમ જ થયું. આ અમૃતાનુષ્ઠાનથી અપૂર્વ ચિત્ત પ્રસન્નતાની પ્રાપ્તિ–પરિણામે સદ્ગતિ અને જ્ઞાનસાર–૩ || ર૩૦