________________ હોય તો આવા હોજો કે જેણે ગુરુને પણ કેવલજ્ઞાન અપાવ્યું. ભક્તિના પાત્રની અંદરદોષો જોવા તે કુભકિત છે. ગુરુની નિષ્કામ ભક્તિના પ્રભાવે મહાવિવેક પ્રાપ્ત થાય. આ જિનશાસન અભુત છે! જેમાંથી અદ્દભૂત અણમોલ રત્નોની પ્રાપ્તિ થાય છે. ગાથા: 6 લાયોપથમિકે ભાવે યા કિયા કિયાતે તયાા : પતિતસ્યાપિ તભાવપ્રવૃધ્ધિ જયતે પુન ગાવા ગાથાર્થ: ક્ષાયોપથમિક ભાવમાં જે ધર્મક્રિયા કરાય છે તે ક્રિયા વડે ગુણોથી પતિત થયેલા આત્માને પણ ફરીથી તે ગુણોની વિશેષ વૃધ્ધિ થાય છે. જે ક્રિયા ક્ષાયોપથમિક ભાવવાળી થાય તેનાથી આત્માને લાભ થાય. જે ક્રિયા કર્મના ઉદયથી એટલે ઔદયિકભાવથી થાય તેનાથી આત્માને લાભ થતો નથી. ઔપશમિક ભાવમાં મોહ અંતર્મુહૂર્તમાં ઉપશમ પામે છે. જેમ અશુધ્ધ પાણીમાં ફટકડી નાંખતાં કચરો તળિયે બેસી જાય એટલે કચરો છે ખરો પણ નીચે બેઠેલો છે. મોહનીય કર્મ જ્યારે સત્તામાં હોય પણ ઉદયમાં ન હોય તો નુકશાન ન કરે. કર્મ ઉદયમાં હોય તો નુકશાન કરે. જીવ ગમે તેટલો ઊંચે ચઢેલો હોય, ગમે તેવા નિમિત્તોમાં પણ વિકાર પ્રવેશી ન શકે એવો આત્મા પણ કર્મના ઉદયથી નીચે પટકાય છે. જો 4-5-6 ગુણસ્થાનકે સ્થિર ન થાય તો છેક નિગોદમાં પહોંચાડે એવી તાકાત મોતની છે. જેમાં અગ્નિના કણિયાનો વિશ્વાસ નકરાય તેમ કષાયના કણિયાનો પણ વિશ્વાસ ન કરાય. અંદરનો અગ્નિ શાંત ન થાય તો વીતરાગની બાજુમાં બેસો તો પણ તમને શાંતિ ન થાય, ક્ષાયિક ભાવની હાજરીમાં મોહ ક્ષય પામે એટલે ગુણ પ્રગટ થાય. એટલે શાંતિ થાય. ક્ષાયિક સમકિત આવે તો વિચારોની સ્થિરતા આવે. બાકી, મોહના ઉદયથી આવ-જા રહ્યા કરે. જ્ઞાનસાર-૩ || 216