________________ જે મહાપુરુષોએ ગુણોના બહુમાન માટે ગુણીઓનું બહુમાન કર્યું તેને કેવા લાભ થયો? (1) શ્રેણિક મહારાજા: તીર્થકર વીરપ્રભુનું બહુમાન. પ્રભુ જે દિશામાં વિચરતા હોય તે દિશામાં 7 ડગલાં આગળ જઈ 108 સોનાના જવલાનો સાથિયો કરી ભક્તિ કરતાં. ત્રિકાલ ભકિતથી તેમણે તીર્થકર નામકર્મઉપાર્જન કર્યું. ભગવંતની ગેરહાજરીમાં તેઓ સતત પ્રભુને સ્મરણપટમાં લાવતા. શ્રેણિક મહારાજા પોતાની પ્રાણપ્રિયા ચલણા માટે કંબલ નહોતા લઈ શક્યા. કારણ ધન પ્રજાનું છે, માટે ગમે ત્યાં ન ખર્ચાય. અનાથી મુનિ જ્યારે મળ્યા ત્યારે કહ્યું હું તારો નાથ. ત્યારે મુનિ કહે–કે તું તારો પણ નાથ નથી તો મારો નાથ કેવી રીતે બનીશ? તું શું મૃત્યુમાંથી તારી જાતને બચાવી શકીશ? ત્યારે તેઓ નાથ-અનાથના ભ્રમમાંથી બહાર આવ્યા અને સમ્યકત્વના પરિણામમાં આવ્યા કે નાથ તો એ જ કે જે ત્રણ ભુવનના નાથ છે. પોતે પ્રજાનો નાથ છે તેનાથપણાનું બહુમાન એટલે સંસાર પ્રત્યેનું બહુમાન ઉતરી, ભગવાન પર આવ્યું, ભગવાનને હૃદયમાં વસાવ્યા. આપણા હૃદયમાં સંસાર અને મોઢે મોક્ષ, એમની તો ચિતામાંથી પણ વીર-વીરના નાદ સંભળાતા હતા. (2) કૃષ્ણ મહારાજા તેઓને નેમનાથ પ્રભુ પ્રત્યે ગુણનું બહુમાન હતું. તેઓ દીક્ષા ન લઈ શક્યા પણ પ્રભુ પ્રત્યે બહુમાન હતું. તેથી 4 મહિના ઘરની બહાર ન નીકળતા ભગવાનની વાણી સાંભળવાની છૂટ–બીજે ક્યાંય જવાનું નહિ. એમણે 18,000 સાધુઓને ભાવવંદના કરી. તેમાં 4 નારકી તોડી. ભવભીરુતા પણ જબરદસ્ત કે રોજ ધર્મ નથી કરી શકતો તો 1 દિવસ એવો બતાવો કે ઉત્કૃષ્ટ ધર્મ કરી શકું. અંદર ગુણની ભૂખ જાગેલ માટે વંદનામાં અપ્રમત્તભાવ આવેલ. ફક્ત કાયામાં જ નહીં તીવ્ર સંવેગ-નિર્વેદ કે હું પણ આવો ક્યારે થાઉં? આવી અપૂર્વભક્તિપૂર્વકબધી શક્તિ ફોરવી જેથી તીર્થકર નામ કર્મ ઉપાજર્યું. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું. પરંતુ પહેલા બાંધેલું ચારિત્ર જ્ઞાનસાર–૩ / 214