________________ (1) આજ્ઞાવિચય - જમતી વખતે ભગવાનની મૂળ આજ્ઞા યાદ આવે કે આહાર કરવો એ મારો સ્વભાવ જ નથી. મહિના સુધી ચાલી શકે છે હવે શક્તિ નથી અને લેવું પડે છે, તો કેવું અને કેટલીવાર લેવું? ભગવાન અને ચંપાશ્રાવિકાને યાદ કરવાના છે કે મારે પણ ત્યાં સુધી પહોંચવું છે. માસક્ષમણ કરવું એ ધર્મધ્યાન નથી પણ ભગવાનની આજ્ઞા વિચારી એ પ્રમાણે કરવું એ ધર્મધ્યાન છે. આત્માને છેતરો નહીં તો ધર્મધ્યાન. પહેલાં સમ્યગ્દર્શન આવે પછી ધર્મધ્યાન આવે. આજે તિથિ નથી પણ વાપરવાની જરૂર જણાતી નથી. ઉપવાસની શક્તિ છે છતાં વાપરો એટલે આત્માને છેતર્યો. આ ધર્મધ્યાન નથી. લગ્ન પ્રસંગે પણ ધર્મધ્યાન થઈ શકે કે ભગવાને લગ્ન કરવાની ના પાડી છે. તેઓ નીકળી ગયા હું નથી નીકળી શકતો એમ વિચારી લગ્નની રાત સામાયિકમાં વીતાવે. કાયમ સામાયિકમાં રહેવાનું છે. હું નથી રહી શકતો. શક્તિ છે પણ મારામાં પ્રમાદ છે એ સ્વીકારે તો હજુ ધર્મધ્યાન છે. બાકી માયા છે.દેવને ઠગે એ ગુરુને ન ઠગે? ઠગે જ. સંવેગ આવે એટલે આગળના ગુણસ્થાનકના ભાવ પ્રગટ થાય. પમે હોય તો ઠ્ઠાના ભાવ થાય. 5 ગુણ સ્થાનકથી નીચે જવાનો ભાવ ન આવે પણ ઊંચે જવાનો ભાવ આવે. છઠ્ઠા ગુણસ્થાનક ઉપર કેમ જલદી પહોંચું? એમ શુધ્ધ અધ્યવસાયો અંદર-અંદર થતાં રહે. આમ સંવેગની વૃધ્ધિ થયા કરે પછી નિર્વેદ આવે. સંસારના સંયોગ સાથે રહેવાય નહીં. આમ આ બે ભાવ સતત આવ્યા કરે. જેટલો કાળ પૌષધમાં રહે તેમાં એટલો તર્ગત બની જાય કે કોણ દા.ત. સુવ્રત શેઠ. બધે આગ લાગવા છતાં તેમનું મન ચલાયમાન ન થયું. કારણ કે સામાયિકમાં જેટલો કાળ છોડયું એટલો સમય આત્મા સિવાય ધર્મધ્યાન સિવાય બીજું કંઈ યાદ ન આવ્યું. જ્ઞાનસાર-૩ || 213