________________ આપણને દ્રવ્ય દુઃખ પર દયા આવે છે, ભાવ દુઃખ પર નથી આવતી. મોહનો ઉદય એ ભાવ દુઃખ છે. તેની ઉપર કરુણા આવવી જોઈએ. મિથ્યાદષ્ટિને દ્રવ્ય દુઃખ પર કરુણા આવે અને સમ્યગૃષ્ટિને દ્રવ્ય અને ભાવ દુઃખ બંને પર કરુણા આવે. ભિખારી ભૂખ્યો છે તો એને ખાવાનું આપે. કારણ કે અસમાધિને લીધે દુર્ગતિમાં ન જાય. એને અસમાધિન થાય એ લક્ષ હોય, માત્ર શાતાનું લક્ષ નહોય એટલો વિવેક હોય. ભગવાનની આજ્ઞા વિરુધ્ધ માનવું તે મિથ્યાત્વ. આત્મા અશુધ્ધ છે ત્યાં સુધી દુઃખી છે. સિધ્ધાવસ્થા શુધ્ધ છે તેથી સિધ્ધાત્મા પૂર્ણ સુખી છે. આપણા આત્મામાં જ મોક્ષ છે અને સંસાર પણ આપણા આત્મામાં જ છે. આપણને સંસાર અને મોક્ષ બહાર દેખાય છે પણ બને અંદર જ છે. આપણા આત્મામાં જે સંસાર ભાવ રહેલો છે તેને છોડવાનો છે. કષાયો–નોકષાયો એ જ સંસાર છે. એ છૂટે તો જ ગુણ વધે. આત્મામાં પહેલા દોષો ઉપર કરુણા આવે પછી નિર્વેદ આવે.. અજ્ઞાનતાનું દુઃખ આપણને લાગે તો ભણવાનું મન થાય. સમ્યગુજ્ઞાન જ્યાં સુધી મારામાં ન આવે ત્યાં સુધી દુઃખી છું એ સમજણ હોવી જોઈએ. સંસારનું ન ભણે તો નોકરી-છોકરી ન મળે એ જ્ઞાન છે પણ ભવભ્રમણના દુઃખથી મુક્ત થવું હોય તો સમ્યગુજ્ઞાન જરૂરી છે એ બેસતું નથી. (3) નિર્વેદ - પોતે શેનાથી દુઃખી છે એ ખબર પડશે.ખરેખર કષાયથી અને જ્ઞાનના અભાવથી દુઃખી છું એવી સાચી સમજણ આવશે અને દોષો જદુઃખના કારણો છે તેથી તેને દૂર કરવાનો ભાવ તે નિર્વેદ. (4) સંવેગડ-પોતાના ગુણ અનુભવવાનો ભાવ ઉત્પન્ન થવો તે. (5) શમઃ - માધ્યસ્થ ભાવ કે સંતોષ વૃત્તિ. 1 ધર્મધ્યાનના 4 પાયાઃ (1) આજ્ઞાવિચય (2) અપાયરિચય (3) વિપાકવિચય (4) સંસ્થાના વિચય જ્ઞાનસાર-૩ || 212