________________ કરતાં થઈશું. રાગ ઘટે તો જ ગુણ વધે. ક્રોધ-માન-માયા ૯મા ગુણ સ્થાનક સુધી હોય. ૧૦મે લોભ જાય. ૧૧મા ગુણઠાણે સર્વથા મોહનો ઉપશમ થાય ત્યારે સત્તામાં મોહહોય–ઉદયમાં ન હોય, અંતર્મુહૂર્ત સુધી વીતરાગદશાની પ્રાપ્તિ. 12 મા ગુણસ્થાનકે સંપૂર્ણ મોહનો ક્ષય. આથી આત્મા ક્ષાયિક વીતરાગ બને. ૧૩મે ગુણઠાણે સયોગી કેવલી દશા-૪ ઘાતિકર્મનો ક્ષય. 4 ચંડાળ ચોકડીએ આત્માની ખૂબ જ ખાનાખરાબી સર્જી છે. સમ્યગુદષ્ટિ જીવ પોતાના દોષોની ડાયરી બનાવી નોંધ કરે અને તબક્કાવાર વીણી વીણીને દોષોને કાઢતો જાય. આલોચના કરતો જાય. દોષ ઘાતિકર્મના ઉદયવાળો છે માટે પુરુષાર્થથી નીકળી શકે છે. તીર્થકર ભગવંત પ્રત્યે અપૂર્વભક્તિ આવવી જોઈએ. તેઓ જગતને આત્મગુણ વૈભવ પ્રાપ્ત કરવાનો જ માર્ગ ચીંધે છે. પોતે ગુણવૈભવથી પૂર્ણ છે. સાધુઓ વર્તમાનમાં ગુણવૈભવને મેળવવા માટે સાધના કરે છે માટે એમની ઉપાસના-ભક્તિથી ગુણો પ્રગટ થાય. ઉત્તરગુણ શુધ્ધ થશે તો મૂળગુણો પણ શુધ્ધ થતાં જશે. તમારામાં જે ગુણ કે ભાવ નથી તે પ્રગટ થશે. પ્રશસ્ત અધ્યવસાયો પ્રગટ થશે. ઉત્પન્ન થયેલા ભાવો પડી નહીં જાય. કર્મનો બંધ અને કર્મની નિર્જરા બંને ક્રિયા દ્વારા જ થાય છે. સમ્યગુજ્ઞાન પ્રગટ થાય તો જ્ઞાનપૂર્વક ક્રિયા કરે. જ્ઞાનનિર્મળ થતું જાય તેમ સમ્ય દર્શન નિર્મળ થતું જાય.મિથ્યાત્વમોહનીયનો પરિણામ જ્ઞાનમાંથી દૂર થાય તો જ્ઞાન સમ્યગુદર્શન રૂપે બને. 1 સમ્યમ્ દર્શનના પાંચ લક્ષણ (1) શમ (2) સંવેગ (3) નિર્વેદ (4) અનુકંપા (5) આસ્તિક્ય. (1) આસ્તિક્યઃ આત્માદિ જે સ્વરૂપે છે તે સ્વરૂપે તેનું જ્ઞાન થવું અને તે પ્રમાણે આત્મામાં તેનો સ્વીકાર થવો. જ્ઞાનસાર-૩ || 210