________________ વંદન પરિણામ ન આવવા જોઈએ. સાવધ પ્રવૃત્તિથી છૂટવા માટે સામાયિક લઈએ તો સામાયિકમાં પંચાત ન કરાય. છ એ આવશ્યક નિશ્ચય આવશ્યક આવે માટે કરવાનાં છે. (વિશેષ નવતત્ત્વ-ભાગ-૧માં). | કર્મ કત આવશ્યક વ્યવહાર આવશ્યક | નિશ્ચય આવશ્યક | (1) આહાર | પચ્ચકખાણ જ્ઞાનામૃત ભોજન (2) શરીર આત્મપ્રદેશો અને ગુણોમાં વીર્યનું પ્રવર્તન (3) ઈદ્રિય સામાયિક સમતા | (4) ભાષા ચઉવિ સત્યો સત્યમીન અને તત્ત્વનું કિરૂનરૂપ (5) મન પ્રતિક્રમણ | સ્વ સ્વભાવ સ્થિરતા () શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ગ આત્માની પૂર્ણ સ્થિરતા સર્વ સંગ રહિત મોક્ષ શુધ્ધાવસ્થા પંચ પરમેષ્ઠિ ભગવંતો અધિક ગુણવાળા છે જે માટે એના સ્મરણ વખતે સતત બહુમાન પ્રગટ કરો તો ક્રિયામાં પ્રમાદ ન આવે. દરેક સૂત્રમાં પંચ પરમેષ્ઠિની જ વાત છે. તો પછી ક્રિયામાં કંટાળો કેમ? તે અસક્રિયા કેમ બને છે? સૂત્રો બોલતાં અર્થ પકડાવો જોઈએ. આપણો ઉપયોગ ચૂકવો ન જોઈએ મનમાં સ્મરણ ચાલુજ હોય. બીજે ફાંફા મારી બધુંગુમાવી દઈએ છીએ. કેવલીનું નામ આવતાં જ આપણા અજ્ઞાન દોષ ઉપર આપણને દુર્ગચ્છા થવી જોઈએ, જેથી ગુણનું પ્રગટીકરણ થાય. આપણી દષ્ટિ તો બીજે જ હોય એથી બીજાની દુર્ગચ્છા કરીએ છીએ. જ્યાં સુધી ધન-સ્વજન-કુટુંબ આદિનું મમત્વ નહીં ઘટે ત્યાં સુધી લોકોત્તર બહુમાન આત્મામાં પ્રગટે નહીં. જો લોકોત્તર બહુમાન પ્રગટ થશે તો પરના દોષો જોઈ ક્રોધ નહીં પણ કરુણા આવશે.બીજાનાં દોષો દેખાય ત્યારે તે દોષો આપણામાં નથી ને?તેનું નિરીક્ષણ જ્ઞાનસાર-૩ || 2/9