________________ ગણતાં નથી. નવકારવાળી ગણતાં ગણતાં વાતો કરીએ, તેને જ્યાંત્યાં મૂકી દઈએ. આ બધા બહુમાનના અભાવથી ઈષ્ટની સિધ્ધિ ક્યાંથી થાય? તેથી જ ધર્મ વગરની બધી અસત્ ક્રિયાઓ કરી માત્ર ભવભ્રમણ ઊભું કર્યું. સદ્ગુરુના શરણે જવાથી સલ્કિયાનો લાભ મળે છે. સન્ક્રિયાના સ્મરણથી શુભ ભાવ, શુધ્ધ અધ્યવસાય આવે. મનમાં સારા સાત્વિકવિચારો આવે, આત્મિક આનંદ આવે. એ માટે બહારની પંચાત છોડી–નિંદા-કુથળી ટાળવી પડે. પોતાનો આત્મા દોષોથી પૂર્ણ છે. ગુણથી અપૂર્ણ છે એવું લાગે તો આત્મા અહંકારના ઢાળ ઊપરથી નીચે જાય. અર્થાત્ અહંકારને ઓગાળી નાખે. એટલે નમોપદ આવે હું શરીર નથી, આત્મા છું. મારા આત્મા સિવાય મારું કોઈ નથી. ન = નમ્રતાનું સૂચક છે. પોતાની ન્યૂનતા લાગે તે નમે. પોતાના માનાદિ કષાય નમવા ન દે. માન જાય તો જ બહુમાન ભાવ પ્રગટ થાય. તો જ પરમેષ્ઠિનાં ગુણો આપણામાં આવે. વીતરાગમાં શું શું છે? વીતરાગતા, કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત ત૫ વિ. ગુણો યાદ આવવા જોઈએ. સંસારમાં કઈ કરવા જેવું નથી તો ત્યાં બધે માથા મારીએ છીએ અને અહીં કરવા જેવું છે તો કરતા નથી. પરમાત્મામાં જે ગુણો છે તે જ ગુણો આપણામાં ઢંકાયેલા છે તેનું ભાન નથી. અંતર્મુખી નહિ પણ બહિર્મુખી બની ગયાં છીએ. આથી બધે બહાર દોડા દોડ ભગવાનનાં ગુણો સ્મરણ કરતાં આપણામાં રહેલા દોષો સ્મરણમાં આવે તો ભગવાન પાસે પશ્ચાતાપમાં આંસુ સરે કે પ્રભુ તું કયાં? હું કયાં? જેના ગુણોનાસિંધુના બે બિંદુ પણ જાણું નહિ...' એવા અમાપ ગુણો જેમાં રહેલાં છે એમ મારામાં અમાપદોષો રહેલાં છે તો હે ભગવાન!તારું ને મારું મિલન કેમ થશે? જો આપણને સ્વયં ગુણોનો ખપ જ નથી તો સાચો પસ્તાવો પ્રગટ નહીં થાય. જ્ઞાનસાર-૩ || 207