________________ પોતાના અતિચારોની આલોચના કરે તો તે પાપને દૂર કરવાનું મન થાય. ગુરુ પાસે પ્રગટ કરી તે દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે. પૂર્વ પૂર્વના ગુણોની ભક્તિ કરતાં ઉત્તરોત્તર વિશેષ ગુણોની પ્રાપ્તિ કરતો જાય.દેવ-ગુરુ અને સાધર્મિકની ભક્તિ કરતાં તે ઉત્તર ગુણોને પ્રાપ્ત કરનારો બને. પોતે લીધેલા નિયમો-વ્રતોની સ્મૃતિ કરે તો તેના અંતરાયતૂટતાં જાય.વ્રતોના પાલન દ્વારા વિરતિનો પરિણામ પ્રગટ થતો જાય. પૂર્વે લીધેલાં પચ્ચખાણનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. સામાયિક લેતી વખતે સામાયિકની વિધિ યાદ કરવી. સામાયિક હું વિધિપૂર્વક કરું છું કે નહીં? સામાયિક લીધા પછી સમતાનો પરિણામ પ્રગટ થયો કે નહીં? તેનો ઉપયોગ જરૂરી. કાયાની મમતાનું વિસર્જન થયા વિના સમતાની મમતા આત્મામાં ન બંધાય. મમતા મરે તો જ શાતા ભોગવવાનું મન ન થાય, તો સમતા દેવીનું આત્મઘરમાં આગમન થાય.આપણી જાગૃતિ માટે જ્ઞાની ભગવંતોએ આ વાત બતાવી છે. ચતુર્વિશતિસ્તવ =લોગસ્સ બોલી ગયા પણ ચોવીસ ભગવાન નામથી આંખ સામે આવ્યા? તેમના ગુણો આપણા જીવનમાં અંશથી પણ આવ્યા? ગુરુવંદન આખા દિવસમાં 3 વખત કરવાનું છે. સવારે વંદન પચ્ચકખાણ માટે કરવાનું છે. બપોરે વંદનતિવિહારના પચ્ચકખાણ માટે અને સાંજે ચોવિહાર તિવિહાર–દુવિહાર કે પાણહાર માટે વંદન કરવાનું છે. શ્રાવિકાએ સાધ્વીજી ભગવંત પાસે અને શ્રાવકે સાધુ ભગવંત પાસે પચ્ચકખાણ લેવાના છે. પ્રતિકમણ દિવસ–રાત્રિ દરમ્યાન થયેલાં પાપોને યાદ કરી તેનો પશ્ચાત્તાપ કરે, ફરી ન કરવાનું પ્રણિધાન કરે. કાઉસ્સગ્ગ - કાઉસ્સગ્નમાં એકાકાર થઈ જવાથી કર્મની ખૂબનિર્જરા થાય. જ્ઞાનસાર–૩ || 205