________________ "અન્યમાં પણ દયાદિક ગુણો જે જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમક્તિ બીજ નિરધાર રે..." (અમૃતવેલની સજ્જાય) અન્યમાં રહેલા ગુણોને જોઈને તેની અંતરથી કરેલ અનુમોદના આપણામાં તે ગુણ પ્રગટાવ્યા વિના નહીં રહે. ગુણોની અનુમોદના કરવાથી ગુણોની વૃધ્ધિ થાય અનેનિંદા કરવાથી એ અવગુણ પ્રગટ થાય.જડબુધ્ધિવાળો પણ ગુરુકૃપાના બળે જિનશાસનના અનેક રહસ્યોને પામી જાય છે. સમ્યગ દર્શન–સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં દર્શન મોહનીય અને ચારિત્રમોહનીયનાલયોપશમથી વિનય, ક્ષમા, નમ્રતા, ઉદારતા, સહિષ્ણુતા આદિ ગુણો પ્રાપ્ત થાય છે. અંતર્ગત ગુણોને જોઈને પણ હૈયું ભાવવિભોર બની જાય. પોતાની જાત પરનું બહુમાન તૂટે તો ગુણ પર વાસ્તવિક બહુમાન પ્રગટે. માન કષાય મંદ પડે તો જ બહુમાનભાવ પ્રગટે. બીજાના અલ્પગુણ પર પણ આપણને બહુમાન આવવું જોઈએ. બીજામાં રહેલો નાનામાં નાનો ગુણ જોઈને હૈયું આદરથી ઝૂકી જવું જોઈએ. પોતાના કરતાં અધિક ગુણી હોય તેના પર બહુમાન થાય. પૂર્ણજ્ઞાની ઉપર બહુમાનની જરૂર નથી, તેનું આલંબન લેવાની જરૂર છે. કૃષ્ણ મહારાજા ગુણાનુરાગી હતા માટે મરેલા–સડેલા–વાસ મારતા કૂતરાને જોઈ તેના ઉજ્જવલ દાંત દેખાયા. અસારમાંથી પણ સાર ગ્રહણ કર્યું. પોતાના દોષોને જોઈ પશ્ચાતાપ થવો જોઈએ, બીજાના દોષોનો જોઈ કરુણા પ્રગટાવી જોઈએ. આસ્તિયજેટલુંનિર્મળ હશે તો હૃદયમાં અનુકંપાનો ઝરો વહ્યા વિના રહેશે નહીં. પોતાના દોષો દૂર કરવાનો ભાવ પ્રગટ થાય, બીજાના દોષો જોઈ દ્વેષ નહીં પણ કરુણા પ્રગટે. શક્તિ હોય તો તે દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે. પોતાના પાપો પ્રત્યે દુર્ગચ્છા થાય. બીજાના પાપ પર દુર્ગચ્છા થાય પણ પાપી પ્રત્યે તો કરુણા આવે દ્વેષ નહીં. જ્ઞાનસાર-૩ || 2O4