________________ ચંચળ મન સ્થિરબને છે, તેટલી વાર વાયુકાય સિવાય બધા જીવોની હિંસાથી વિરમીએ છીએ. આથી જ પ્રભુની આજ્ઞા છે કે દુઃખખય–કમ્મખયનિમિત્તે 10 કે 20 લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો જોઈએ. ગુણવત્ ૧૬માના -ગુણીનું બહુમાન કરવું એ સર્જિયા. તેનાથી ગુણ ન હોય તો પ્રગટ થાય છે. પ્રગટ થયા હોય તો વિશેષ નિર્મળતાને પામે–વૃધ્ધિ પામે છે. પોતાનામાં રહેલા દોષોનો પશ્ચાતાપ આત્મામાં ઊભો રહે છે. દોષોનો પશ્ચાતાપ અને તેનાથી થતાં અનર્થોની ચિંતવના કરતાં ભાવોની વૃધ્ધિ થાય છે અને ધીમે ધીમે દોષોનો હાસ= ઘટાડો થાય. દેવ-ગુરુની સેવા–ભક્તિથી આત્મામાં ઉત્તરોતર ગુણોની વૃધ્ધિ થાય અર્થાત્ સમ્યકત્વ ગુણ પ્રગટે - શ્રાવકપણું આવે. આગળ વધતાં સંયમનું પાલન આવે. રાગ-દ્વેષ જેટલા કરીએ એનાથી આપણા સત્તાગત જિન આત્મા નારાજ થાય. વીતરાગ ભગવાનને રાગદ્વેષ ચઢાવો તો આત્માને ગમે કારણ એ વીતરાગ છે એટલે એ એને ચઢે નહિ અને આપણા ઘટે. આ છે વીતરાગતાનો પ્રભાવ. રાગદ્વેષ વધે એ અસત્ ક્રિયા–ગુણનું બહુમાન આવે તો ગુણીનું આવે એ માટે નિરંતર સર્જિયા જરૂરી છે. સતત એનું સ્મરણ કરવાનું છે. આપણામાં તો આત્મા સિવાયની જ વાતોનું સ્મરણ છે અને તેની જ વિકથા ચાલુ છે. તો આત્મસુખ શું અનુભવાય? બહારના ભાવને પકડીને જે ક્રિયા કરે તે મોઢામાં કોળિયા નાખ્યા વગર પેટ ભરવાની વાતો કરે છે. ધર્મની ક્રિયા કરીએ અને આત્મા યાદન આવે તો ક્રિયામાંઆત્મભાવ ભળે કયાંથી? તો મન ઠેકાણે રહે ક્યાંથી? બેફામ બનીને બહાર જ રખડે. ઘણા કહે છે કે સાહેબ! નવકારવાળી ગણીએ ત્યારે મણકા પૂરા થઈ જાય પણ મન તો ક્યાંય અમેરિકા પહોંચી જાય છે. આમ કેમ? આત્માને પચ પરમેષ્ઠિની સાચી ઓળખ નથી. આથી તેના શરણમાં જઈને નવકાર ભાવથી જ્ઞાનસાર–૩ || 206