________________ ઉચ્ચકૂળના લીધે પોતે ઉચ્ચકૂળનો જૈન છે વિ. ખબર છે પણ હું આત્મા છું તે ખબર નથી ઉચ્ચગોત્ર કર્મથી મળતી સામગ્રી નિમિત્તે એને કર્મનો બંધ થાય. : જાતિ આદિ આઠ મદઃ (1) જતિમદઃ જન્મ જ્યાં પામે છે. મનુષ્ય-દેવ બધા ઉચ્ચગોત્રવાળા, તિર્યંચ નરક નીચગોત્રવાળા. માનવને જન્મથી જ ખબર પડે કે હું માનવ છું હું પશુ નથી. આથી મનુષ્યપણાનું અભિમાન આવે. આપણા મગજમાં પણ એ હલકા તરીકે બેઠાં છે. જીવ તરીકે બધા સત્તાએ સિધ્ધ જ છે. આપણે પણ એ ગતિમાં ભમીને આવ્યા છીએ છતાં પશુ ઉપર સહજ તુચ્છ પરિણામ આવે. કોઈઢોર જેવો છે એમ કહેતો ગમે? ચંડાળ, ભંગી, કોળી આદિ નીચ જાતિપર સહજ હલકી દૃષ્ટિ જાય તે જાતિ મદનો પ્રભાવ. (2) કુળમદ - જેને મોહના ઉદયથી સત્તાગત શુધ્ધ સ્વરૂપનું ભાન ન હોય તેને ઉચ્ચગોત્રના કારણે ઉચ્ચપણું લાગે છે, ઉચ્ચપણું માનની ભાવના ઊભી કરે છે. ભગવાને પણ કુળમદ કરેલ. મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પ્રથમ વાસુદેવ, ચરમ તીર્થકર તેના કારણે ગુણો પર બહુમાન પ્રગટવાને બદલે કુળ પર બહુમાનથી કુળનું કદ પ્રગટ થાય. તેથી નીચગોત્ર કર્મ બંધાય. (3) બળમદઃ-શરીર, પરિવાર, રાજ્યવિ. પરિબળોથી પોતાને બળવાન સમજે. આત્માની બહારની વસ્તુથી પોતાને મહાન માને.જેનો જેનો મદ કરીએ તેમાં હીનતા આવે. (4) રૂપમદ -શુભનામ કર્મના ઉદયે શરીર રૂપાળુ–દેખાવડુ, મોભાદાર મળે તેનાથી પોતે બીજા બધા કરતાં સારો છે તેમ લાગે. સનતકુમાર ચક્રવર્તીને રૂપના મદથી ક્ષણમાં ૧૬મહારોગો પ્રગટ થયા. કૂરગડુ મુનિ પૂર્વભવમાં તપનો મદ કર્યો તેથી સંવર છરીના દિવસે પણ તપ કરી શકયા નહીં. જ્ઞાનસાર–૩ || ર૧૯