________________ આત્મા વિચારે કે મારા આત્મામાં તો ત્રણેય લોક (ઉર્ધ્વ–અધોતિચ્છ)ને ડોલાવાની તાકાત છે. આ બળ તો મારું કાંઈ જ નથી. પુગલરૂપે જે સામગ્રી મળી છે તેમાં જાતને મહાન ન મનાય, નહિતર ક્રિયા ઔદયિક ભાવની બની જશે તો આત્માને કશો જ લાભ નહીં થાય પણ કર્મબંધ થશે. આ જ વાત ફરી વધુ દઢ કરે છે. ગાથાઃ 7 ગુણવૃદ્ધયે તતઃ કુર્યાત, કિયામઅલનાય વા એક તું સંયમસ્થાન, જિનાનામવતિષ્ઠતે . 7 ગાથાર્થ: આ કારણથી પ્રાપ્ત થયેલા ગુણોની વૃધ્ધિ માટે તથા પ્રાપ્ત ગુણોથી અલિત ન થઈ જવાય તે માટે ક્ષાયોપથમિક ભાવની ધર્મક્રિયા કરવી જોઈએ. કારણ કે એક જ સંયમસ્થાન હોય એવું તો કેવલી ભગવંતોને જ બને છે. * જીવે ત્રણ કારણસર ક્રિયા કરવાની છે. (1) અપ્રગટ ગુણો પ્રગટાવવા માટે, (2) પ્રાપ્ત થયેલા ગુણો ચાલ્યા ન જાય પણ આત્મામાં ટકી રહે તે માટે અને (3) અને પ્રાપ્ત ગુણોની વૃધ્ધિ અને પૂર્ણતા માટે. જિન સિવાય સંપૂર્ણ શુધ્ધ પરિણામ કોઈના ન હોઈ શકે. તે શુધ્ધ અધ્યવસાયને પામવા માટે જ સન્ક્રિયા કરવાની છે. બૌદ્ધ સાધુગોવિંદાચાર્યને ત્રીજી વખત આચારંગ શાસ્ત્ર ભણતા–ભણતા સમકિત તથા ચારિત્રના પરિણામ પ્રગટયા. દ્રવ્ય સાધુપણુ છોડી ભાવથી સાધુપણાનો સ્વીકાર કર્યો. જ્ઞાનાદિ ગુણોની વૃધ્ધિ માટે સ્વાધ્યાયાદિમાં રકતતા જરૂરી છે. સાધુએ સ્વાધ્યાયમાં રમમાણ બનવાનું છે. 'સાધુ જાગતો આઠે જામ.'૪ કાળે સ્વાધ્યાય એવી રીતે કરવાનો છે જેથી 8 પહોર એ સ્વાધ્યાયમય હોય. જ્ઞાનસાર-૩ || રર૩