________________ (2) અનુકંપા અત્યારે આપણને દુઃખી, રોગી, નિર્ધન જીવ પર દયા આવે છે, પણ સમ્યગુદર્શન યુકત દયા હોય તો તે શુધ્ધ બને. મિથ્યાત્વની હાજરીમાં પણ દયા આવે, દુઃખી આત્મા પર દયા આવે, સુખી પર ન આવે. ભગવાનને જોઈને પ્રસન્નતા આવે. ભગવાન વાસ્તવિક સુખી છે. જ્યારે આત્મામિથ્યાત્વના લીધે દુઃખી છે. મોહ અને અજ્ઞાનતાના કારણે દુઃખી છે. ગજસુકુમાલનાં સસરાએ ખેરના અંગારા માથા ઉપર મૂક્યા છતાં દુઃખી ન થયા. દુઃખનું કારણ કષાય છે એવું સમજતાં હોવાથી શરીર બળ્યું તો ય આનંદમાં રહ્યાં. તો જ કેવલજ્ઞાન મળ્યું. સમતા ભાવથી શરીર અને આત્માનું ભેદજ્ઞાન થવું જોઈએ. આત્મવીર્ય આત્મામાં પ્રગટે તેમ તેમ જીવ શરીરથી નિરાળો થતો જાય. નરક અને દેવગતિ વિરતિ (ચારિત્ર) ધર્મ કરવા માટે લાયક નથી અર્થાત્ વૈક્રિય શરીર સત્ ક્રિયા માટે નકામું છે. દેવગતિમાં ચારિત્ર મોહને છોડવાનો ધર્મ ન થઈ શકે. અનુત્તર વિમાન વાસીને 33,000 વર્ષે ખાવાનું મન થાય, સમજણ ખૂબ છે. તત્વની ચિંતન રૂપ રમણતામાં જ હોય. સમ્યગદષ્ટિ જ હોય છતાં પણ ખાવાની ઇચ્છા છોડી ન શકે. આટલા વર્ષનખાવા છતાં પચ્ચકખાણ લઈ ન શકે. પૂર્વે નિકાચિત કર્મ બાંધીને આવ્યા છે કે શાતા ભોગવવી જ પડે. - દેવલોક શાતા સુખ ભોગવવાનું સ્થાન છે ને નરક અશાતા દુઃખ ભોગવવાનું સ્થાન આપણને શીતલતા ન ભોગવવી હોય તો પંખાની સ્વીચ બંધ કરી શકીએ. સંવર કરી શકીએ, નિર્જરા કરી શકીએ જ્યારે દેવોને સુખ ભોગવવું જ પડે. સૌધર્મેન્દ્ર સાક્ષાત્ ભગવાનને હાથમાં લે, ભક્તિ કરે છતાં પરિણામની ધારામાં આગળ વધી ન શકે. વિરતિનો પરિણામ એટલે મોહનો છોડવાનો પરિણામ એ દેવોન કરી શકે. નવકારશીનું પચ્ચકખાણ પણ ન કરી શકે. દેવોનું મૂળ સ્વરૂપ આપણે જોઈ જ ન શકીએ. દેવલોકની બહાર ઉત્તર વૈક્રિય શરીર દ્વારા જ તે બધું કરે. જ્ઞાનસાર–૩ || 211