________________ જો આત્માને અપૂર્વ શ્રધ્ધા હોય કે તું ગુણપૂર્વક ખમાસમણ આપીશ તો આત્માના ગુણો વૃધ્ધિ પામશે અને આત્મા પૂર્ણતાને પામશે તો એ વેઠનહીં ઉતારે, બાકી કાયકલેશથી માત્ર અકામ નિર્જરા અને પુણ્ય બંધાય. ગાથા : 5 ગુણવર્બહુમાનાદેનિત્યસ્મૃત્યા ચ સકિયાા જતન પાતયેદ્ ભાવમાત જનમેદપિ પા. ગાથાર્થ: ગુણી આત્માઓની બહુમાનાદિ ક્રિયા કરવાથી અને પૂર્વ ગ્રહણ કરેલાં વ્રત–નિયમાદિનું નિત્યસ્મરણ કરવાની ક્રિયા કરવાથી આત્મામાં પ્રગટ થયેલ સંવેગ, નિર્વેદાત્મક ઉત્તમભાવ પતન પામતા નથી. આવો પરિણામ ન ઉત્પન્ન થયો હોય તો ઉત્પન્ન થાય છે. આ ગાથામાં સન્ક્રિયાનો મહિમા બતાવે છે. * ગુણોનું સ્મરણ અને બહુમાન ગુણ વૃદ્ધિનું કારણ ગુણી પુરુષોનું અને તેના સભૂત ગુણોનું બહુમાન કરવું જોઈએ અને તેઓના ગુણોનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. જેથી પ્રગટ થયેલા ગુણો વૃધ્ધિ પામે અને નપમાયેલા ગુણો આત્મામાં પ્રગટ થાય. મૃદુતા, સરળતા, નિર્લોભતા આદિ ગુણોનું સ્મરણ અને બહુમાન કરવાથી આત્મામાં ગુણોને પ્રગટાવાની રૂચિ થાય. ગુણો પ્રત્યેની તીવ્ર રુચિ હોય તેમ ગુણાનુરાગ તીવ્ર બને. ૪થા ગુણસ્થાનકે ભાવની પ્રધાનતા છે. સંસાર પરનું બહુમાન ઉઠાવી ધર્મ-ધર્મી પ્રત્યે બહુમાન કરવાનું છે. ગુણી પરનું બહુમાન–તેમના પ્રત્યે આદર સત્કાર કરાવ્યા વિના નહીં રહે. આપણામાં જે ગુણો નથી તે બીજામાં જોઈને આનંદ થયા વિના નહીં રહે. દુમનમાં પણ ગુણો જોઈને આનંદ થયા વિના નહીં રહે. જ્ઞાનસાર-૩ || 203