________________ અંતરાય કર્મ બંધાયા, ધર્મ માટે ન કર્યો માટે હવે જોરદાર પુરુષાર્થ કરવાથી વીર્યની શુધ્ધિ થશે. જ્ઞાની આત્મા માટે ક્રિયા કરે છે માટે શુધ્ધ ક્રિયા કરે છે. અજ્ઞાની શરીર માટે જ ક્રિયા કરે છે. ક્રિયા તો કરે જ છે પણ આત્માની વિરુધ્ધ ક્રિયા કરે છે. રખડવું, ફરવું, શરીરને મજબૂત બનાવવું, પોષણ આપવું. આત્માનું જ્ઞાન નથી એટલે એ ઓટલા જ ભાંગશે. સંસારનું પરિભ્રમણ ફરી ફરી થાય એવી ક્રિયા કરશે. ફરવા જાવ એટલે તિર્યંચગતિનું આયુષ્ય બંધાય. કારણ કે રમવાનું ફક્ત આત્મામાં જ છે. આ જ્ઞાન નથી એટલે ભટકે છે. જાય છે મનોરંજન કરવા પણ મનોભજન કરે છે. આથી ફરીથી મન ન મળે. તિર્યંચગતિમાં પણ અસંજ્ઞી પંચેદ્રિયપણું મળે. એ આહાર માટે આખો દિવસ ભટક્યા જ કરે. મનનો દુરુપયોગ કરો એટલે મન ગાયબ થાય. ગૌતમસ્વામીથી દેવશર્મા પ્રતિબોધ ન પામ્યો કારણ પત્નીમાં રાગ હતો.બધા ગૌતમસ્વામીથી પ્રતિબોધ પામતાં પણ આણે તો વાત જનસાંભળી. આથી ત્યારે જ મરી પત્નીના માથામાં જૂતરીકે ઉત્પન્ન થયો. મનનો ઉપયોગ ન કર્યો તેથી મન ગયું. આંખ રાગથી પત્નીને નીરખતી હતી તેથી આંખ ગઈ. ગૌતમસ્વામીજીને સાંભળ્યા નહીં માટે કાન ગયા. આમ ત્રણ ઈદ્રિયોનો દુરુપયોગ થયો તો કર્મ સત્તાએ ત્રણે વસ્તુ છીનવી લીધી. પહેલાં મિત્રો સાથે દરિયા કિનારે ફરવા ગયા. પછી ભેલપૂરી ખાધી. અનુમોદના કરી. સ્વાદમાં એવા આસક્ત બન્યાકે અનુબંધ કર્મ બાંધ્યા. બોટમાં ફરવા ગયા. મજા આવી ત્યારે જો આયુષ્ય કર્મ બંધાય તો સીધા માછલાનાં ભવમાં અને ત્યાંથી ૭મી નરક જવાય. મળેલી શક્તિનો દુરુપયોગ કરવાથી પાપની ક્રિયા અપ્રમત્તપણે કરવાથી અને આત્માની વાતમાં વેઠ ઉતારવાથી વીર્યનો ઊંધો ઉપયોગ કરવાથી સંસારમાં જ ભ્રમણ થાય. જ્ઞાનસાર-૩ || ૨૦ર