________________ સમ્યમ્ દષ્ટિને માનસિક ક્રિયા (ભાવના) પ્રધાનરૂપ હોય છે કે હું ક્યારે આ બધા પાપોથી વિરામ પામીશ! પ્રધાન મનની ક્રિયા ચોથા ગુણસ્થાનકે હોય સંવરના પરિણામમાં આવી આશ્રવથી બચવાની ભાવના હોય. ? પરમાત્માની બે આશા (1) વિધેયાત્મક અને (2) નિષેધાત્મકકરવા જેવું કરવાનું તે વિધાનાત્મક ન કરવા જેવું નહીં કરવાનું તે નિષેધાત્મક. નવકારશી કરવી. રાત્રિ ભોજન ન કરવું. પરોપકાર કરવો. સ્વાર્થી ન બનવું. શક્તિ હોય તો છ મહિના અનશન અને ન હોય તો ઊતરતાં ઊતરતાં નવકારશી તો કરવી જ એ વિધાન છે. સમ્યગદષ્ટિદેવોને માનસિકક્રિયા =મનોરથ હોય કે હુંઅવિરતિમાંથી ક્યારે છૂટીશ? એ ભાવના સતત ચાલે. જે ગૃહસ્થો દેશવિરતિ કે સર્વવિરતિ સ્વીકારી નથી શકતા તે બિમાર પડે તો અફસોસ ન કરે પણ મનથી સારી ક્રિયા કરે. ક્ષીરસમુદ્રનું પાણી, નંદનવનમાંથી પુષ્પવિ. લઈ પૂજા કરે. રોદણા નરૂવે, મનથી જાય. આત્મા જે અવસ્થામાં રહેલો છે તેને અનુરૂપ ક્રિયા કરે પણ જ્ઞાન હોય તો. જેમ ધન હોય તો વેપાર થાય એમ જ્ઞાનરૂપી મૂડી હોય તો બધો વ્યાપાર કરી શકે. અવિરતિધરને દ્રવ્યપૂજાની પ્રધાનતા હોય. અશુભ ભાવથી અટકો તો વિરતિમાં આવ્યા ગણાય. વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી તેમ જ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી બે લાભ થાય. દ્રવ્ય અને ભાવ બંનેમાં લાભ! કેવલજ્ઞાન પ્રગટે ત્યારે પોતાનું જ્ઞાન પોતાને પૂર્ણ પ્રાપ્ત થાય. પરમાત્માની પ્રધાન પ્રધાન આજ્ઞાઃ સર્વવિરતિ એટલે સર્વ પાપથી વિરામ પામો. જ્યાં સુધી જીવ કાયાથી ન છૂટે ત્યાં સુધી મન-વચન-કાયાની ક્રિયાનિરંતર ચાલુ જ રહે. કાયાની સામે શુધ્ધ જ્ઞાન સાથે ભળે તો જ તે ક્રિયા જ્ઞાનસાર–૩ || 200