________________ ગયા કે મોહની ચુંગાલમાં ફસાયા તો ક્યાં જવું હતું ને ક્યાં જઈ ચડશું?તે કહી શકાશે નહિ. માટે કયાંય ગાફેલ રહેવા જેવું નથી. શરીર સાથે રહીને ક્રિયા કરીએ છીએ, આત્મા સાથે રહીને નહિ. માટે કંટાળો આવે છે. ક્રિયા વિના જ્ઞાન અનર્થનું કારણ બને. મુંબઈ જવાનું જ્ઞાન છે પણ સ્ટેશને ટીકીટ સાથે ઊભા ઊભા મુંબઈનું ધ્યાન ધરો તો પહોંચાય ખરું? આ નિશ્ચયવાદીની વાત છે કે ફક્ત આત્માના ધ્યાનમાં બેસી જાવ. પણ તે માટે આવશ્યકાદિ ક્રિયા ન કરો તો આત્માનો અનુભવ મેળવી શકશો ક્યાંથી? માટે કયાં જવું છે? તેના જ્ઞાન પછી ત્યાં પહોંચવા માટેની પ્રક્રિયાની ખબર હોવી જોઈએ. તો જ નિશ્ચિત સ્થાને પહોંચાય. જ્ઞાન-ક્રિયા એકબીજામાં જોડાય ત્યારે સાધના બને. તેના કરતાં ચારિત્ર ભિન્ન છે. સમ્યગુદર્શન, જ્ઞાન આવ્યા પછી જ વિરતિ સફળ થાય. સામાયિક, પૌષધ, દીક્ષા લો તે વ્યવહારથી ગણાય પણ આત્મામાં સમતાનો પરિણામ આવે ત્યારે નિશ્ચયથી લીધું ગણાય. તેમાં જ્ઞાન-દર્શન ભળવું જોઈએ. સમ્યગુ જ્ઞાન= જેવી વસ્તુ હોય તેવો બોધ થવો. પ્રથમ આત્માનો બોધ થવો જોઈએ. કેમ કે આત્મા માટે કરીએ છીએ. આ જ્ઞાન વિના ક્રિયા શુધ્ધ નહીં થાય. મારી સામે બધા આત્મા જ છે તેમ જોશો તો રાગાદિભાવ ઓછાં થશે પર્યાયથી ન જુઓ. બાહ્ય ક્રિયા કરતાં આત્માને અંદરની જ્ઞાનરૂપક્રિયા સાથે જોઈન્ટ કરી દેવાનો છે. ફક્ત શરીર જ નથી નમાવવાનું આત્માને નમાવવાનો છે. વીર્યંતરાય કર્મના લીધે નમી શકતા નથી. જ્યાં નમવાનું હતું ત્યાં ન નમ્યા. તેમ જ બીજાઓને નમાવીને રાજી થયા. આત્મવીર્યનો દુરુપયોગ કર્યો આથી ખમાસમણ આપી શકતા નથી. આ બધું માયા કરવાથી થાય. ખમાસમણ આપતાં આત્મામાં રહેલી વીર્યશક્તિ વડે નમીએ છીએ અને આત્માના ગુણોને વંદન કરીએ છીએ. જ્ઞાનસાર-૩ // 199