________________ મુખમાં કવલક્ષેપ કર્યા વિના ભોજન કર્યાની તૃપ્તિ ઇચ્છે છે. બાહ્મક્રિયા કરવાથી શું? એમ એકાંતનિશ્ચયવાદીઓક્રિયાને તિરસ્કૃત કરે છે. પોતે સર્વજ્ઞ કથિત ક્રિયામાં પુરુષાર્થ કરે નહિ અને બીજાને પણ તેઓ ઉન્માર્ગે લઈ જાય છે. આવા જીવો કોળિયો મોમાં નાંખ્યા વિના તૃપ્તિ ઇચ્છનારા છે. અર્થાત તૃપ્તિની ભ્રમણામાં રાચનારા છે. 0 કિયાથી લાભ અને નુકશાન મનવચન-કાયાના યોગો આત્માના ગુણોને પ્રગટાવવાનું સાધન છે. જેમ કૂવાનું પાણી લેવા દોરડાથી ઘડો ખેંચવો પડે. ઘડારૂપ સાધનમાં પ્રાપ્ત પાણી પીવાથી તરસ છિપાય. માત્ર જોઈ રહેવાથી તૃપ્તિ ન થાય. ધર્મરૂપી અમૃત પીવાથી આત્મા તગડો બની જાય. અમૃત આત્મામાં રહેલું છે તેને સન્ક્રિયારૂપી દોરડાથી પ્રગટ કરવાનું છે. મન-વચન-કાયા તેના માટેનું સાધન છે. | ગુણો પ્રગટ કરવા માટે ક્રિયા કરતાં કંટાળો આવે કે થાક લાગે તો ધર્મરૂપી અમૃત ન મળે. કર્મબંધ થાય.નિર્જરા ન થાય. સાચી ક્રિયા કરવાવાળાને કષાયરૂપી તાપ ન લાગે. કષાયો ઘટે અને આનંદ આવે. જેમ જેમ ક્રિયા કરે તેમતેમ કષાયો શાંત થાય અને આનંદની વૃધ્ધિ થાય. વીર્યશક્તિદિન-પ્રતિદિન વૃધ્ધિ પામે. વિધિ કરવા ખાતર કે પૂરી થઈ ગઈ તેનો હાશકારો ન થાય. ખમાસમણ શરીર નહિ પણ આત્મા આપે છે. આત્મામાં રહેલી વીર્યશકિતનો ઉપયોગ ન કરો અને બેઠાં–બેઠાં ખમાસમણ આપો તો કર્મ જ બંધાય. નિર્જરા ન થાય. અરિહંતમાં પાંચ ગુણ પૂર્ણ સમાયેલા છે. વીતરાગ છે, દોષો રહિત છે એમ જાણી-સમજી ખમાસમણ આપીએ, આ ગુણો અમારામાં પણ આવે તે માટે આપીએ તો ગુણ વધે અને દોષોનો નાશ થતો જાય. દોષો જાય તો કષાયો જ્ઞાનસાર-૩ // 197