________________ જો આત્મવીર્ય ગુણમાં જોડાય તો પુણ્યબંધ અલ્પ અને નિર્જરા અપૂર્વ થાય. ક્રિયાયોગમાં પરમ ઉદાસીનતા અને ગુણોમાં લીનતા કેળવવાની છે કેમ કે અંતે ક્રિયા હેય છે. એ જો ન માને તો શ્રેષ્ઠ ક્રિયા કરતાં પણ અહમ્ ભાવ આવે અને જે ક્રિયા ન કરે તેના પર તિરસ્કાર ભાવ આવે. આગળ આગળના ગુણસ્થાનકે વૈરાગ્ય વધતો જાય તેમ અસંગ ભાવ પ્રગટે. સ્વાધ્યાય અને અધ્યયન દ્વારા જો આત્મા આત્મગુણોમાં જાય તો જ પરમાત્મવંદના સફળ થશે. અધ્યાત્મ વિનાનું એક પણ અધ્યયન નથી. જો સમ્યમ્ એવી દષ્ટિ આત્મામાં હશે તો ગુણોની પ્રાપ્તિ થયા વિના નહીં રહે. યોગોની સત્ પ્રવૃત્તિ દ્વારા પોતાના સ્વભાવમાં જાય તો તે ક્રિયા સાર્થક થાય. ગાથા : 4 બાલભાવ પુરસ્કૃત્ય, યે કિયાડવ્યવહારતઃ. વદને કવલોપ, વિના તે તૃપ્તિકાશિશ ઝા ગાથાર્થ જે લોકો ક્રિયા એ તો બાહ્યભાવ છે, આશ્રવહેતુ છે, વ્યવહાર માત્ર જ છે એવું સ્વીકારી ક્રિયાનો નિષેધ કરે છે, તેઓ મુખમાં કવલક્ષેપ કર્યા વિના તૃપ્તિ ઇચ્છનારા છે. ક્રિયા એ તો મન–વચન-કાયાના યોગો છે. યોગો કર્મબંધના કારણો છે પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય પણ અંતે તો કર્મબંધ જ કરાવે છે. આત્મપ્રદેશોની અસ્થિરતા છે, ચંચળતા છે માટે બાહ્યભાવ છે. વિભાવ છે તે ત્યાગ કરવા યોગ્ય જ ગણાય, માટે ક્રિયા કરવા જેવી નથી. આમ ક્રિયા એ બાહ્યભાવ છે. આવા પ્રકારનો તર્કઆગળ કરીને, ગુરુ પાસેથી સાચું તત્ત્વજ્ઞાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી અને સ્વચ્છંદપણે પોતાની બુદ્ધિના ઘોડા દોડાવે છે તેવા જ મનુષ્યોક્રિયા કરવાનો નિષેધ કરે છે કે બાહ્ય ક્રિયા કરવાની શું જરૂર છે? આમ કહી ક્રિયાને ઉડાવે છે તે મનુષ્યો ક્રિયા કરવાના ઉત્સાહને મંદ કરે છે, જ્ઞાનસાર-૩ || 196