________________ ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથમાં કહ્યું છે કે વીર પ્રભુનાનિર્વાણ પછી 1150 વર્ષ ગયે કુગુરુઓ થશે, નામની મહત્તા વધશે, અહંકાર અને મમતાની વૃધ્ધિ થશે. સાધુઓ સ્વચ્છંદી બનશે. આચાર–મર્યાદાને તોડશે. ઉસૂત્ર પ્રરૂપણા કરશે. સરંભ-સમારંભ આદિના કારણમાં પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી આંતર પરિગ્રહ-મિથ્યાત્વ, મોહ-કર્મોના પરિગ્રહ આદિને પણ સતત છોડવાના છે તો જ સમતા સિધ્ધ થશે. સહાયક એવા ઉપકરણમાં પણ મૂર્છા ન થવી જોઈએ. બીજા ર૩માં તીર્થકરના વખતમાં ૪થું અને પાંચમું મહાવ્રત સાથે હતા. કેમ કે તે વખતના સાધુઓ પ્રાજ્ઞ અને ઋજુ હતા. સ્ત્રીને પણ પરિગ્રહ માનતા હતા. પહેલા અને છેલ્લા પ્રભુના સમયમાં વક્રતા અને જડતાના કારણે બે વ્રત જુદા બતાવ્યા. આપણા ઉપકાર માટે બે વ્રત જુદા કર્યા, સ્ત્રી મોટી પરિગ્રહ છે તેની પાછળ પરિગ્રહોની શ્રેણિ મંડાય છે. જ્ઞાનથી પૂર્ણ હોય તેને તે તે કાલે તે તે ક્રિયાની અપેક્ષા રહે. કેવળ જ્ઞાની પણ સર્વ સંવર- પૂર્ણ આનંદને માણવા છતાં બોલવાદીની યોગક્રિયા કરે છે અને અંતે સર્વથા યોગોના રોધ કરવાની સંપૂર્ણ ક્રિયા કરે છે. એ અર્થે જ મુનિએ આવશ્યક કરવાનું છે. દિપકમાં પ્રકાશ હોવા છતાં તેમાં તેલ પૂરવા રૂપ ક્રિયાની અપેક્ષા રહે છે. જેમ જેમ જ્ઞાન સમ્યગ બને તેમ તેમ ગુણોની ઢચિ થવાપૂર્વક ક્રિયાની રૂચિ પણ પ્રગટ થવી જોઈએ. જે વડિલો સંસારી આત્મા માટે ધન દાટી ગયા હોય તો તેને મેળવવા તેઓખોદવાની ક્રિયારૂપ પુરુષાર્થ કરશે. તેજ રીતે આપણા આત્માને પરમાત્મા બતાવે છે કે તારામાં જ્ઞાનાદિ પાંચ નિધિ પડેલાં છે. તેને પ્રગટ કરવા સર્વજ્ઞના કહ્યા મુજબ ક્રિયારૂપ પુરુષાર્થ કરવો પડશે. જો તે ન માનીએ તો આપણી રુચિ એકાંતવાળી છે, મિથ્યાત્વથી મિશ્રિત છે. સર્વજ્ઞને માનવા છતાં શ્રધ્ધા પ્રગટ ન થવાથી તે માર્ગને જ ઉડાડિ દઈ, મહાભયંકર પાપને સેવે. તત્ત્વજ્ઞાની પણ ક્રિયાસંગી અને ક્રિયારંગી હોય છે. તેથી તીર્થકરો જ્ઞાનસાર–૩ || 194