________________ નિશ્ચયથી મૂચ્છ–આસક્તિ એ મોટો પરિગ્રહ છે. શરીર–ઈદ્રિય–સંયમના ઉપકરણો એ બધું પણ સાધન છે. જ્ઞાન-દર્શન–ચારિત્રના પરિણામ પ્રગટ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો ઉપકરણ તે સિવાય બાકી બધું પરિગ્રહ લાગે. આત્મા પર ઉપકાર કરે, જેના વડે આત્માની મૂર્છા તૂટે અને ગુણમાં રમણતા થાય તે ઉપકરણ નહિ તો અધિકરણ. ભાવથી જયણા - રજોહરણને જોઈને તેના પર રાગ ન થાય, સંયમના સાધન તરીકે આત્મામાં વસે. પૂર્વના કાળમાં અપટુડેટ રજોહરણ ન હતા. કામળીની દશીમાંથી બનાવેલ રજોહરણ હતાં. પ્રધાનભાવ જયણાનો રહેતો. જ્યારે હવે તો રજોહરણને તેનું કવર પહેરાવી સાચવીને રખાય છે. રજોહરણની દશી મેલી ન થાઓની કાળજી પછી લેવાના પહેલા આત્મા મેલો ન થાય તેની કાળજી લેવાની છે. 0 દિગબર મત કેવી રીતે સ્થપાયો? રાજાએ સાધુને રત્નકંબલ ઓઢવા માટે આપી હતી. સાધુને તેના પર રાગ થઈ જતાં ગુરુએ તેના ટુકડા કરી નાંખી બધાને આપ્યા. વસ્ત્ર પર રાગ થઈ જાય છે માટે વસ્ત્રનો જ ત્યાગ- ત્યારથી આ દિગંબર મત શરૂ થયો. નિગ્રંથ મુનિઓ અલ્પ મૂલ્યવાળા જીર્ણશીર્ણ પ્રાયવસ્ત્ર વાપરવા છતાં વસ્ત્રની મૂર્છા–આસકિત ન હોય તો તેને પરિગ્રહ લાગતો નથી. છતાં જેઓ વસ્ત્રોનો પરિગ્રહ, ખોખાં રાખવા–તેને સાચવવા આદિની મૂર્છા કરી તે તેનો સંસાર વધારે. અકબર બાદશાહે હીરસૂરિ મ.ના નામે જ્ઞાનભંડાર બનાવ્યો અને કહેવા ગયો કે આ આપનો ભંડાર છે. તેમાંથી પુસ્તકો જ્યારે જોઈએ ત્યારે આપનાથી લેવાશે. ત્યારે હીરસૂરિ મ.એ. કહ્યુંઃ આ જ્ઞાનભંડાર તું તારા નામ પર રાખ. અમારે વળી આ મારું એવું ક્યાંથી? પુસ્તક જોઈશે ત્યારે મંગાવી લઈશ. મોટામાં મોટો પરિગ્રહ સાધુને કીર્તિનો છે. શક્તિઓ પ્રગટ થયા પછી તલવારની ધાર પર ચાલવા જેવું છે. જ્ઞાન સાર-૩ || 193