________________ પ્રરૂપણા કરવી એ મહામૃષાવાદ છે. બીજા વ્રતોના ભંગમાં ચારિત્રનો ભંગ થાય. જ્યારે મૃષાવાદબોલવાથી સમ્યગ્દર્શન અને સમ્યગુચારિત્ર બંનેનો ભંગ થાય. આ વ્રત પાલનમાં અત્યંત ઉપયોગ જોઈએ. મૃષાવાદ આવે ત્યાં માયા આવતાં વાર ન લાગે. મરિચીનું પતન આ કારણે થયું. સાવધાન ન રહે તો સમ્યકત્વ જતાં વાર ન લાગે. માટે સરળતા જેવો બીજો કોઈ ગુણ નથી.ક્ષપકશ્રેણિ પર સરળ જીવ જ ચડી શકે. સરળતાના અભાવે લક્ષ્મણા સાધ્વી કેટલું ભમ્યા? સરળતા હોય તો જ પ્રાયશ્ચિત ગુણ આવી શકે. સત્યતા વિના સરળતા ન આવે. જેને આત્મા પર સંપૂર્ણ પ્રેમ હોય તે જ સત્ત્વ ખીલવી સરળ બની શકે, અને માનકષાયને તોડી શકે. માન કષાયથાંભલાની જેમ ઊભો હોય ત્યાં સુધી સરળતા ન આવવા દે. માન અને માયામિથ્યાત્વને લાવતાં વાર ન લગાડે. તે જ દુઃખદાયી એવા ભવભ્રમણનું કારણ બને છે. ઉત્સુત્ર પ્રરૂપણાથી અનેક જીવોને નુકશાન કરે, તે આલોચનાથી પણ શુધ્ધ ન થઈ શકે. (3) વ્યવહારથી અદત્તાદાન વિરમણવતઃ ઘાસ જેવી તુચ્છ વસ્તુ પણ પૂછ્યા વિના લે તો અદત્તાદાન લાગે. પાંચે ઈદ્રિયોના ભોગવટા માટે જે જૂઠ બોલાય તેનાથી 4 પ્રકારે અદત્તનું પાપ લાગે. નિશ્ચયથીઃ (1) તીર્થકર અદત્ત (2) ગુરુ અદત્ત (3) જીવ અદત્ત (4) સ્વામી અદત્ત. આ અદત્ત દ્વારા આઠેય કર્મનું સતત ગ્રહણ કરવું. શરીર પણ ચોરીનો માલ છે, નામ કર્મે ઉછીનું આપ્યું છે. આત્મા સિવાયની બધી વસ્તુ પારકી છે. જેને સ્વેચ્છાએ છોડી દેતે શાહુકાર (4) મૈથુન વિરમણ વ્રતઃ વ્યવહારથી : વેદ ના ઉદયથી દેવ–મનુષ્ય, તિર્યંચ જોડલાની મૈથુનની ક્રિયાથી અટકવું. નિશ્ચયથીઃ પાંચે ઈદ્રિયોના વિષયો અને મનની તૃષ્ણાથી વિરામ પામવું. અથવા બ્રહ્મચર્ય = આત્મામાં રમવું. પાંચવિષયોથી વિરામ પામીને આત્માએ આત્મામાં રમવું. પુદ્ગલમાં અર્થાત્ વર્ણ—ગંધ-રસ–સ્પર્શ૪માં ન રમવું તે જ્ઞાનસાર–૩ || 191