________________ મૈથુન વિરમણ વ્રત. એક–એક વિષયમાં આત્માની સજાગતા હોવી જોઈએ. ઈદ્રિયોના વિષયોના સંયોગમાં સુખબુધ્ધિ ન થવી જોઈએ. માત્ર શેય પરિણામ અને ઉદાસીન ભાવમાં રહી સમતા સુખને વેદવાનું છે. સ્થૂલભદ્રજીએ આ જ કાર્ય કર્યું હતું. તેથી તેઓ 84 ચોવીસી સુધી અમર રહેશે. આપણે પણ સતત આ અભ્યાસ પાડવાનો છે. સમિતિ અને ગુપ્તિના પાલનમાં સતર્ક રહેવુંવિષયોથી ઈદ્રિયો અને મનને દૂર કરવા. આ દ્વારા ભાવ પ્રાણોની રક્ષા કરવી. ઇસમિતિ - 3 હાથ આગળ જોઈને ચાલવું. દષ્ટિ પડિલેહણ દ્વારા કોઈ જીવ પીડા ન પામે તે ઉપયોગ. નિશ્ચયથી પોતાના અને પરના ભાવપ્રાણ નહણાય એ પ્રમાણે જીવદયાનો પરિણામ રાખવાનો છે, તો પગલે-પગલે નિર્જરા થાય.આથી ચાલતાં ચાલતાં સારા-નરસારસ્તાના વિકલ્પમાં નથી રહેવાનું. આપણે મોક્ષમાર્ગના મુસાફર છીએ. આથી હું સંયમની કેડી પર ચાલી રહ્યો છું તેનો ઉપયોગ હોવો જોઈએ. સમતા મારું સાધ્ય છે તે સામાયિકનો સતત ઉપયોગ જોઈએ. અનાદિકાળથી આત્માને ત્રસનામકર્મના ઉદયથી ઇચ્છા મુજબ ફરવા મળ્યું. આ ત્રસનામ કર્મને ખપાવવા ઇચ્છા મુજબ ફરવાનું બંધ કરી સર્વજ્ઞએ દર્શાવેલી સંયમ કેડી પર ચાલવાનું છે તો જ ત્રસલામ કર્મ ખપશે. અહો! ત્રસનામ કર્મખપાવવા સંયમની કેડી પર ચાલવાનો મારા વ્હાલા પ્રભુએ કેવો સુંદર માર્ગ બતાવ્યો છે. સર્વજ્ઞ પરમાત્મા પરબહુમાન થશે અને રતિ–અરતિ– શોકને વમશે. (5) વ્યવહારથી પરિગ્રહ પરિણામ વત :- ધનાદિ જડ અને માતા-પિતા, ભાઈ–બહેન આદિના રાગને- પરિગ્રહને છોડવાનો છે. સનતકુમાર ચક્રવર્તીએ દીક્ષા લીધા પછી છ મહિના સુધી અંતઃપુર–પરિવાર પાછળ આવ્યો છતાં પાછળ વળીને જોયું નથી. આવી વિરાગ દશાના કારણે લબ્ધિઓ પ્રગટ થવાં છતાં ચર્મરોગ કાઢવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો. જ્ઞાનસાર–૩ // 192