________________ નિશ્ચયથી ચારિત્રઃ શરીર, ઈદ્રિય, યોગ, આહાર, વિષય, કષાય આ બધું આત્માથી પર છે તે સર્વને આત્માએ છોડવાના છે. આથી ચંચળતાને છોડી આત્મામાં સ્થિર બની તેના ધ્યાનમાં આત્મરમણતાને પામી ગુણોને અનુભવવા તે નિશ્ચયથી ચારિત્ર છે. H મહાવ્રતોનું સ્વરૂપ વ્યવહારથી–નિશ્ચચયથી (1) વ્યવહારથી પ્રાણાતિપાત વિરમણવતઃ સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવોને પોતાની સમાન જાણી હિંસા કરવી નહિ, કરાવવી નહિ, કરતા હોય તેની અનુમોદના કરવી નહિ. નિશ્ચયથી આપણો આત્મા અજ્ઞાનતાને વશ થઈકર્મના ઉદયવશ જે કર્મોની દ્રવ્ય–ભાવ પીડા સ્વયં ભોગવે અને બીજાની પીડામાં નિમિત્ત બને છે. આવા પોતાના આત્મા પર દયા લાવી સદા માટે તે પીડામાંથી મુક્ત કરી અર્થાત્ સર્વ કર્મથી આત્માને મુક્ત કરવા માટે અજ્ઞાનતાને-મિથ્યાત્વને દૂર કરી વિરતિનો સ્વીકાર કરી ભાવપીડાથી મુક્ત થવા કષાયોથી મુક્ત થઈ ગુણોને અનુભવવા. તે ચાલ્યા ન જાય માટે તેની રક્ષા અને વૃધ્ધિ માટે સતત સજાગ રહેવું અર્થાત્ ભાવ પ્રાણોની સતત રક્ષા કરવી, કરાવવી અને કરવાની અનુમોદના કરવી. તેનિશ્ચયથી પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. ભાવ પ્રાણોની રક્ષાની પ્રધાનતાથી દ્રવ્યપ્રાણોની રક્ષા સહજ થઈ જશે આમ વ્યવહાર અને નિશ્ચયપૂર્વક મહાવ્રતોનું પાલન કરવાનું છે. (ર) વ્યવહારથી બીજુ પૃષાવાદ વિરમણ વ્રતઃ ક્રોધ, લોભ, ભય, હાસ્યથી જૂઠું બોલવું, કડવા વચન બોલવા, અપ્રિય વાણી આદિ મૃષાવાદથી અટકવું. હું કરું નહિ, કરાવું નહિ અને કરનારની અનુમોદના ન કરું. નિશ્ચયથી આત્મા સિવાયની તમામ પર વસ્તુને, કાયાદિને આપણી કહેવી તે નિશ્ચયથી મૃષાવાદ છે. લક્ષ જોઈએ કે હું પુદ્ગલ નથી. આત્મા છું. જીવને અજીવ અને અજીવને જીવ માનવું. આગમ વિરુદ્ધ અર્થ કહેવો, ઉસૂત્ર જ્ઞાનસાર–૩ | 190