________________ સમજે છે તે જ સંવરને સાધી શકે છે. નવા પાપ-પુણ્યને આત્મામાં પ્રવેશવા દેતો નથી. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે તેમાં અનાસક્ત ભાવ પડેલો હોય છે. તેથી શુધ્ધ દશાને પ્રગટ કરવાની રુચિ પ્રગટ થાય જ તે માટે વર્તમાનમાં જે અવિરતિજન્ય પાપો છે તે મારે છોડવા જોઈએ તેવી માન્યતા દઢ હોય. જેવા ભોગાવલી નિકાચિત કર્મો નબળા પડે કે તે યથાશક્તિ પ્રમાણે પચ્ચકખાણ વિરતિ લેવા ઉત્સાહિત થાય. આશ્રવનો ત્યાગ થાય તેથી તે દેશવિરતિ કે સર્વવિરતિ શક્તિ પ્રમાણે ગ્રહણ કરે અને મોક્ષના લક્ષથી આગળ વધે. મોક્ષ એટલે સર્વથા પર સંયોગોથી સર્વકાળ માટે મુક્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ ભાવમોક્ષ અર્થાત્ સર્વ પ્રકારના મોહથી મુક્તિ તે પ્રથમ મોક્ષ અને સર્વ કર્મ અને કર્મના સર્વસંયોગ સંબંધથી પૂર્ણ મુક્ત થવું તે દ્રવ્ય મોક્ષ અર્થાત્ સિધ્ધાવસ્થા. આથી મુમુક્ષુને પ્રથમ સર્વ મોહમુકિતરૂપ કેવળજ્ઞાનનું લક્ષ જોઈએ. તેમાં બાધક મુખ્ય અહંકાર છે. આથી મોહબે પ્રકારે પ્રગટ થાય. મને બીજા કરતાં ઘણું મળ્યું છે અને હું બીજા કરતાં વધુ જ્ઞાની. કેવળ જ્ઞાનનું લક્ષ હોય તો આ અહંકાર ન પ્રગટે. કષાય રૂપી ભવ સમુદ્રથી આપણે તરવાનું છે. તત્ત્વજ્ઞાની કેવળજ્ઞાનને પ્રગટાવવામાં રસિક હોય તે માટે અષ્ટ પ્રવચન માતાના પાલનથી મોહ પર વિજય મેળવવાનો છે. મોહથી સંપૂર્ણ મુક્ત થયા વિના કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. અભવ્યના આત્માઓ પાંચ મહાવ્રતોનો સ્વીકાર–ઉત્કૃષ્ટ રીતે કરી દેવલોકને પામે છે. તેમનો મોક્ષ થતો નથી કેમ કે તેઓનું લક્ષ્યબિંદુદેવલોકના સુખોને પ્રાપ્ત કરવાનું જ હોય છે. 1 ચારિત્ર એટલે શું? વ્યવહારથી ચારિત્રઃ એકેદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને પોતાના જેવા માની પીડા ન પામે તેની યતના કરવી. બીજા જીવોને પીડાનો ઉપદેશ આપે નહિ, અપાવડાવે નહિ અને આપતાને અનુમોદનહિ. જ્ઞાનસાર-૩ // 189