________________ કરે છે. નહિતર પાપમાં પસ્તાવો ન થાય કે પાપ કરવું પડે છે. પણ તે ઉચિત નથી. પરિણામ કુણા હોવા જોઈએ. પૌષધ પાળવાનું મન ન થાય. છતાં પૌષધ પાળે તો ઘરે જઈને કાચા પાણીને જોઈ વપરાશ કરતાં કમકમાટી થાય. બધે ઉપયોગ આવે તો તે જ્ઞાનની પરિણિતિ છે, નહિતર જ્ઞાનાભાસ છે. સંસારનું સર્જન થાય તેવા કર્મો ન બંધાવા જોઈએ, સંસારનો રસ તૂટતો જવો જોઈએ. | સર્વવિરતિમાં સર્વ કર્મનો ક્ષય થઈ શકે માટે સર્વવિરતિના પરિણામ હોય અને વંદન કરો તો સર્વ પાપનો નાશ થાય. કૃષ્ણ મહારાજાએ સાક્ષાત્ તીર્થકર ભગવંતની પર્ષદામાં 18,000 સાધુઓને ભાવથી વંદન કર્યા તો પણ સર્વપાપનો નાશ ન થયો પણ જો એ પરાક્રમ તેમણે સાધુવેષમાં કર્યું હોત તો સર્વપાપ નાશ થાત. દરેક ક્રિયામાં પહેલા નિસાહિ બોલવાનું છે. આથી ખમાસમણ દઈ આદેશમાંગીએ છીએ. આપણને ધર્મી તરીકે જાહેર થવાનો ખપ છે પણ ધર્મનો ખપ નથી માટે આ લક્ષમાં આવતું નથી. બીજી બધી ક્રિયાનો નિષેધ કરી આત્મા માટે ધર્મ કરું છું. જાતને છેતરીને ક્રિયા કરીએ છીએ. મન બીજે ભટકે છે. પછી ક્રિયા ક્યાંથી ફળે? મિથ્યાત્વને પહેલા કાઢવા માટે 'નમો પદ છે. હું શરીર નથી, અને શરીરવાળા કોઈમારા નથી. આવો સ્વીકાર કરશો તો આત્મા આત્માની સાથે રહી શકશે. આત્માના ગુણો વડે નમસ્કાર કરવાનો છે. તે માટે અપૂર્વપ્રયત્ન કરવાનો છે અને કેવળજ્ઞાનને પ્રગટ કરવાનું છે. તે માટે વીતરાગ બનવું પડશે. વીતરાગના ગુણો કેળવવા પડશે. આ કામ દેશવિરતિ અને સર્વવિરતિ દ્વારા થશે. સર્વ કર્મક્ષય માટે સર્વવિરતિ લેવી પડે. દેશવિરતિમાં 8 પહોરનો પોષધ લીધો તો જ્ઞાન થવું જોઈએ કે આ બધી વસ્તુ છોડવા જેવી છે. જો નહીં છોડું તો એ મને છોડીને જવાની છે. આત્મા સાથે સદા રહેનારી આ એકેય વસ્તુ નથી. આ સમજણપૂર્વક સામાયિક કરો તો થોડીવાર માટે છોડો છો, કારણ જ્ઞાનસાર–૩ || 187