________________ ચારગતિરૂપ સંસારમાં સંસરણ કરતા આત્માએ અનાદિ સંસારવૃક્ષને પ્રતિસમય ભેદવાનું છે ! પુદ્ગલનું ભેદજ્ઞાન જ્ઞાનાવરણીય અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી સ્વાત્મ ગુણની રૂચી પેદા થાય પછી કર્મકૃત સંબંધોનો ભેદ કરવાનો પુરુષાર્થ થાય તો તે મનુષ્યભવની સફળતા છે, તેના માટે જ સમ્યફચારિત્ર છે. | સર્વજ્ઞકથિત દષ્ટિ દ્વારા આત્માનો નિશ્ચય થાય તો સંવર કરવાની રુચિ પ્રગટે. સર્વ સંવરની રુચિ એ મોક્ષની રુચિ છે. સર્વ સંયોગથી સર્વથા સર્વકાળ માટે છૂટા થવા માટેનો ભીષણ પુરુષાર્થ થાય. આ થયો તાત્વિક મોક્ષાભિલાષ. પછી શક્તિ-પરિણામને વિચારી સર્વવિરતિનો સ્વીકાર કરે. નિશ્ચચયથી સર્વવિરતિ પણ દેશવિરતિ છે. કારણ કે નિશ્ચયથી સર્વવિરતિ ૧૪માં ગુણસ્થાનકે સંપૂર્ણ યોગ નિરોધ રૂપ છે. આ સમજાય તો અત્યંતર પરિગ્રહ છોડી શકાય. સ્વભાવે–વિભાવે રમતો તું ગુરુ અરુ ચેલો, સબમેં હૈ ઔર સબમેં નાહી, હું નટ રૂપ અકેલો.' (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) જેમ દીપક પોતે પ્રકાશિત છે પણ એને તેલ-વાટની જરૂર પડે તેમ આત્મા સ્વયં પ્રકાશિત છે તેથી તેને પણ જ્ઞાન–ક્રિયાની જરૂર પડે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે મધ્યાહ્નના સૂર્યની જેમ પૂર્ણ જ્ઞાન પ્રકાશિત થાય. આ જ આપણું મુખ્ય સાધ્ય છે. માટે તેને અનુરૂપ તે તે ક્રિયા કરવાની છે. વિરતિ એટલે પાપથી વિરામ પામવું. આશ્રવને રોકવું એટલે સંવર. આત્માની અંદર કર્મનો પ્રવાહ જેના વડે આવે તેને આશ્રવ કહેવાય. 18 પાપસ્થાનક આશ્રવ કહેવાય. સર્વપાપોથી અટકવાનું મન થાય ત્યારે સંવરનો ભાવ આવ્યો કહેવાય. સામાયિક પાળીને પછી પાપ કરવામાં વાંધો નહિ. એવી સમજણ જેને છે તેઓ સાચી સામાયિકથી દૂર છે. પાપનો ભય પ્રગટ થવો જોઈએ, તો જ જ્ઞાન પરિણત કહેવાય. અને તેનું જ્ઞાન જ આત્માને લાભ જ્ઞાનસાર-૩ || 186