________________ સમ્યગ્દર્શનનો પરિણામ નહોય તો ક્રિયા કરવાનો રુચિ પરિણામન થાય. તેથી મોક્ષરૂપ કાર્યન થાય.જ્ઞાન ક્રિયા વડે આત્માએ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે તે ન થાય. આત્મા ક્રિયા વિના રહેવાનો નથી. જ્યાં સુધી કાયયોગ છે ત્યાં સુધી ક્રિયા રહેવાની છે. જે આત્માઓ ક્રિયાયોગને માનતા નથી, માત્ર નિશ્ચયને જ માને છે, તેઓ સર્વજ્ઞકથિત ક્રિયાન કરે માટે મનવચન-કાયાના યોગરૂપક્રિયામાંથી છૂટી શકતા નથી. ક્રિયા દ્વારા જ ક્રિયાયોગથી છૂટવાનું છે. સર્વજ્ઞકથિત ક્રિયા અવશ્ય અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરાવે પણ તેમાં રુચિનહોવાથી જીવ મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરી શકતો નથી. જેમ મુસાફરને માર્ગનું જ્ઞાન છે પણ તે ગતિરૂપક્રિયા કરતો નથી તો ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી. ભોજનના જ્ઞાનવાળો પુરુષ પણ ભોજનની ક્રિયા કર્યા વિના સુધાને શાંત કરી શકતો નથી ધંધાનો જાણકાર પુરુષ પણ ધંધાની ક્રિયા કર્યા વિના ધનપ્રાપ્તિ કરી શકતો નથી. તેમ આત્માના જ્ઞાનાદિ ગુણોને જાણવા માત્રથી આત્મામાં સ્થિરતા પામશે નહિ તેથી સર્વજ્ઞ ભગવંતે પંચાચાર રૂપ ચરિત્ર ક્રિયા યોગ વડે આત્મા જ્ઞાનાદિ પાંચ નિધિમાં રમે તો પ્રતિસમય આત્માનો મોહથી અને કર્મોથી મોક્ષ થાય. પ્રતિસમય પોતાના સ્વભાવમાં જવા માટે પુરુષાર્થ કરે અને જેટલા અંશે જીવ સ્વભાવમાં આવે તેટલા અંશે આત્મામાં સ્થિર થાય. વિચારની, વચનની અને કાયાની મમતા તૂટે નહીં ત્યાં સુધી મોક્ષ ન થાય. નિશ્ચયનો ઉપયોગ હોય તો બોલવું એ પણ આત્માનો વિભાવ છે. નિશ્ચય યોગ જેટલો પ્રબળ હોય તેટલો ઔચિત્યપૂર્વકનો વ્યવહાર થશે. વ્રત વગેરે ઔચિત્યપૂર્વક પાળવાનાં છે. દરેક વ્યવહારમાં સર્વજ્ઞ અહીં શું કહે છે? તે ઉપયોગ આવવો જોઈએ. જ્ઞાનસાર-૩ || 184