________________ કષાયભાવને દૂર કરે તે જ ક્રિયાનિર્જરાનું કારણ બને. આત્માના સાધ્ય માટે જે સાધના થાય તે જ સિધ્ધત્વની સન્મુખ લઈ જાય. આત્મા અનાદિથી આત્માની વિરુદ્ધની ક્રિયા કરતો આવ્યો છે તેથી જ જીવનું સંસરણ = ભમવાનું કાર્ય ચાલુ જ છે. તેની પ્રતિક્રિયા કરો તો જ સંસારથી છૂટાશે. જીવ એકેદ્રિયના ભવમાં મૂળિયા દ્વારા આહારની શોધમાં રખડ્યો, ઊંડે ઊંડે ગયો. આહાર સંજ્ઞા આહારની યાદ–શોધ કરાવે. માટે નીતિમાં રોજ મેનુ જોવાનું મન થાય. એટલે અહીં પણ આહાર શોધવા જ આવ્યો ને? સંજ્ઞા તોડો તો તપ દ્વારા નિર્જરા થાય. સમિતિ-ગુપ્તિનું પાલન કરવાનું છે. આ ઉપયોગ હોવો જોઈએ. વિનયપ્રધાન ક્રિયા કરવાની છે.વેયાવચ્ચ કરવાની છે. તો બીજી અશુધ્ધ ક્રિયાના સંસ્કાર નાશ પામે. સંકલેશ નાશ પામે. શક્તિ હોય અને ક્રિયા ન કરો. વેયાવચ્ચ ન કરો તો માયા પોષાય. વૃત્તિ ફરે તો જ કષાયની નિવૃત્તિ થાય, તો જ નિર્જરા થાય. ક્રિયારુચિ સમ્યકત્વવાળો જીવ કોઈપણ ક્રિયામાં અરુચિ ન રાખે. જેણે સંસારનો ત્યાગ કરવો છે તેણે સાવધ ક્રિયા ન કરાય.દયાના પરિણામપૂર્વકની દ્રવ્ય-ભાવરૂપબને ક્રિયા કરવાની છે. સંવરની જેમ જેમ વૃધ્ધિ થાય તેમ તેમ નિર્જરાની વૃધ્ધિ થાય. જ્ઞાન અર્થને જણાવનારું હોય તો તે સંવેદનવાળું જ્ઞાન બને છે પણ જો તે ક્રિયા રહિત હોય તો તે જ્ઞાન અજ્ઞાનરૂપ અર્થાત્ અનુભવ વિનાનું જ્ઞાન અનર્થનું કારણ બને છે. જ્ઞાનના ક્ષયોપશમ સાથે જો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન થાય તો સમજવું કે આત્મામાં મિથ્યાત્વ મોહ પડેલો છે, તેથી સર્વજ્ઞ પ્રમાણે હેય-ઉપાદેયનો વિવેકપ્રગટ ન થાય. હું કાંઈક જાણું છું એવી અહં બુધ્ધિ પ્રગટ થવાના કારણે તે જ્ઞાન અનર્થનું કારણ બને છે. જ્ઞાનસાર-૩ // 183